મને ફેશનનો બહુ શોખ છે તો ફેશનેબલ દેખાવા માટે મારે શું કરવું જોઈએ?

લાડકી

કેતકી જાની

સવાલ : હું ત્રીસ વર્ષની યુવતી છું. મને હંમેશાં ફેશન કરવી બહુ ગમે છે, પરંતુ હું ક્યારેય પણ કંઇક અલગ ફેશનેબલ કરવા વિચારું કે પહેરું તો કંઇ ખાસ લોકો નોંધ લે તેવો દેખાવ નથી આવતો. મારી ઘણી બહેનપણીઓ ઓછા ખર્ચામાં પણ હું કરું તેના કરતાં સારી દેખાય છે. મારે શું કરવું જોઇએ. ફેશનેબલ વ્યક્તિત્વ બનવાનો મને શોખ છે, શું કરાય?
જવાબ : પ્રિય બહેન, સૌપ્રથમ તો તમારે તમારાં ફિંગર, ફિઝિક્સ વગેરે અંગે જાત પરીક્ષણ કરવું રહ્યું. તમે કેવા પણ હો છતાંય તમે ઇચ્છો તો ફેશનેબલ લાગી જ શકો. જો તમે ફેશન સેન્સ ધરાવતા હોવ તો. આ માટે બેઝિક જે વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે, તે એલિમેન્ટ છે, તમારું ક્ધફર્ટ-સહજતા-સુલભતા જે પહેરવાથી તમે મન-શરીર બંનેથી કમ્ફર્ટ ના અનુભવો, ફીલ કરો તે કપડાં-એક્સેસરીઝ ગમે તેટલાં મોંઘા હોય તો પણ તેની કિંમત શૂન્ય સમજવી. તેવી વસ્તુ જેમાં તમે પોતે સહજ નથી તેમાં તમને જોનાર અન્ય વ્યક્તિ કેવી રીતે સહજ હોઇ શકે? માટે જ લોકો તેની નોંધ પણ લેવાનું ક્યારેક ટાળે છે કે તેમને થાય, તમે ઓલરેડી સહજ નથી અને તેઓ કંઇ પણ કહેશે તો તમને ખોટું લાગશે તો ? ક્યારેક સ્ટાઇલીશ દેખાવાના ચક્કરમાં સ્ત્રીઓ ઘણાં ગતકડાં કરે અથવા ખોટી-વસ્તુ-વસ્ત્ર પસંદગીમાં અટવાઇ જાય જે અન્ય લોકોને આકર્ષિત કરવામાં નિષ્ફળ જાય. તમે એવી કોઇ ફેશન મિસ્ટેક્સ તો નથી કરતાં ને? આગળ આપેલ પોઇન્ટ્સ મુજબ તમારી ફેશન સેન્સ ચકાસો, કંઇ પણ ભૂલ લાગે તો સુધારો તમે ચોક્કસ નોંધપાત્ર વ્યક્તિત્વના સ્વામિની બની શકશો. ઘણાં લોકોને કોઇપણ એકાદ ફેશનેબલ વસ્ત્ર-ફૂટવેર એકસેસરીઝનું ગાંડપણની હદે ઘેલું લાગ્યું હોય છે. જેમ કે પેન્સિલ હિલફૂટવેર. જયાં જાવ ત્યાં તમે આ પેન્સિલ હિલફૂટવેરના જ પહેરી શકો. તમને જાણે લાગે કે આના કારણે તમે સ્ટાઇલીશ-મોડલ હીરોઇન જેવા લાગો પણ જો તમે આ ભીડભાડવાળી ટ્રેન, બસ પહેરીને જશો તો નોંધપાત્ર નહીં હાસ્યાસ્પદ જ બનશો. ઘણી સ્ત્રીઓ કોઇપણ સમયે જીન્સ ટૉપમાં જ નજર આવે, તેમના મતાનુસાર તેઓ ફૂલ સ્ટાઇલીસ્ટ લાગે, પરંતુ ક્યારેક બીબાંઢાળ બની ગયેલ તેમનો અપિરિયન્સ જ તેમને બોરિંગ બનાવી દે છે. ઘણાં લોકો એવી ફેશન એડોપ્ટ કરે કે તેમના બોડી ફિઝિકસથી તદ્દન પ્રતિકૂળ જ લાગે છે. જોકે, તેઓ આ અનાવધાને જ કરતાં હોય, પરંતુ ક્યારેક કોઇ તદ્દન નજીકની વ્યક્તિ તેમને આ બાબતે ટોકે ત્યારે તેમને ભાન થાય કે આ તો ખોટી ફેશન થઇ. જેમ કે ઘણી સ્ત્રીઓમાં લોઅર બોડી પાર્ટ હેવી હોય અને અપર પાર્ટ પાતળી. તો પણ તેઓ કોઇપણ ડ્રેસમાં હેવી બેલ્ટનાં મોહમાં હેવી બેલ્ટની ફેશન કરે. પરિણામ એ આવે કે ટોટલ અપિરિયન્સમાં જે તે સ્ત્રી-છોકરીનો ઉપરનો પાર્ટ વધુ પાતળો અને નીચેનો પાર્ટ વધુ હેવી દેખાય. માટે ફેશન કરતી વખતે તમારાં માટે શું સારું છે? તમે કઇ સ્ટાઇલમાં તમારું વ્યક્તિત્વ વધુ એનરીચ કરી શકો? તે વિચારવું જરૂરી છે. સ્ટાઇલીશ જેકેટ, લોંગ બૂટ, લેધર પેન્ટ વગેરે રોજબરોજ નહીં પણ યોગ્ય વાતાવરણ સાથે પણ મેચ કરવા જ પડે અને તેમ હોય તો જ પહેરાય. ક્યારેય ઓવર સાઇઝ કપડાં ફેશનરૂપે અપનાવી તમે તમારી ઓરિજિનલ બોડી સાઇઝ છુપાવવાનો પ્રયત્ન ના કરો, કારણ કે શકય છે તેમ કરવાથી તમે વધુ બલ્કી લાગો. માટે હંમેશાં સાચા માપના કપડાં પહેરો દરરોજ યોગ્ય સાઇઝ અને જે તે વેર સાથે એપ્રોપ્રિયેટ હોય તેવા ઇનરવેર પહેરો. તે પણ ફેશનનો જ એક ભાગ છે. મોંઘા સ્ટાઇલીશ કપડાં પણ અયોગ્ય ઇનરવેર સામે હારી જાય છે, તેમ કહેવું લેશમાત્ર અતિશયોક્તિ નથી. સામાન્યત: ઘણી સ્ત્રીઓ માને છે કે અંદર કોણ જોવાનું છે? શા માટે આમાં નકામો ખર્ચ કરવો? પરંતુ તમારા મોંઘા આઉટવેરમાં ભદ્રી દેખાતી પેંટી લાઇન અને તેના અપેક્ષિત લુકમાં સપોર્ટ ના કરતી બ્રા તમારા ટોટલ દેખાવમાં માઇનસ પોઇન્ટ ઉમેરે છે. દરેક ફેશનેબલ બનવા ઇચ્છતી સ્ત્રીએ ઇનરવેર માટેની માનસિકતા બદલી નાખવી જરૂરી છે. તમે કોઇ એક વસ્તુને સતત પહેરો, તે તમારી આઇડેન્ટીટી બની જાય તેવું બને પછી લોકો તમારી નોંધ લેવાનું છોડી દે છે. માટે હંમેશાં અલગ કપડાં-ફૂટવેર-ગોગલ્સ સહિત અનેક એક્સસરીઝ પર હાથ અજમાવતા રહો, તો જ તમે ફેશનેબલનું સ્ટેટ્સ જાળવી શકો. કોઇપણ સમયે ફેશન માટે ચાવીરૂપ શબ્દો છે ‘પ્રસંગાનુરૂપ’ જી હા, જે પ્રસંગે જે યોગ્ય ના હોય તે પહેરી હાસ્યાસ્પદ બનવા તૈયાર રહેવું કે નહીં? તે તમારે નક્કી કરવાનું છે. આ સિવાય ઘણું બધુ છે આ ચર્ચા માટે પણ શિરમોર છે, ‘આત્મવિશ્ર્વાસ.’ કેવી રીતે તમે તમારી પર્સનાલિટી પ્રેઝન્ટ કરો છો, તે અંગે સભાન રહો, અસ્તુ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.