ટોલ પ્લાઝા બંધ થઈ જશે? કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું તેમણે

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, સરકાર દેશમાં ટોલ પ્લાઝાને બદલવા માટે નવી ટેક્નોલોજી પર વિચાર કરી રહી છે. નવી સિસ્ટમ આગામી છ મહિનામાં રજૂ કરવામાં આવશે. ટોલ પ્લાઝાએ ટ્રાફિક જામ અને લાંબી કતારો જેવી અનેક સમસ્યાઓ ઉભી કરી છે, જેને સરકાર નાબૂદ કરવા માગે છે.
આ અંગે વધુમાં ગડકરીએ જણાવ્યું હતું કે, હું દેશમાં એક્સપ્રેસ વે પર લાદવામાં આવતા ટોલ ટેકસનો બાપ છું. 1990માં મહારાષ્ટ્રના રાજ્ય કક્ષાના પ્રધાન તરીકે પહેલો ટોલ ટેક્સ રોડ બાંધ્યો હતો.
સરકાર હવે બે વિકલ્પ શોધી રહી છે. સેટેલાઈટ આધારિત ટોલ સિસ્ટમ જ્યાં એક કારમાં જીપીએસ હશે અને ટોલ સીધા ગ્રાહકના બેંક ખાતામાંથી કાપવામાં આવશે અને બીજો વિકલ્પ નંબર પ્લેટ છે. અમે ઉપગ્રહોનો ઉપયોગ ફાસ્ટેગને જીપીએસથી બદલવાની પ્રક્રિયામાં છીએ. હાલમાં આ અંગે સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ મારી દૃષ્ટિએ નંબર પ્લેટ ટેક્નોલોજી પર કોઈ ટોલ પ્લાઝા નહીં હોય અને ત્યાં એક અત્યાધુનિક કોમ્પ્યુટરાઈઝ્ડ ડિજિટલ સિસ્ટમ હશે. આપણે સંસદમાં બિલ લાવવાની જરૂર છે, કારણ કે કોઈ ટોલ ચૂકવતું નથી અને સજા કરવા માટે હજુ કોઈ કાયદો ઉપલબ્ધ નથી.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.