‘I am sorry…’ CJI એન.વી.રમનાએ કાર્યકાળના અંતિમ દિવસે શા માટે માગી માફી?

ટૉપ ન્યૂઝ

આજે મુખ્ય ન્યાયાધીશ(CJI) એન.વી.રમનાના(NV Ramana) કાર્યકાળનો છેલ્લો દિવસ છે. આ પ્રસંગે એન.વી. રમનાની અધ્યક્ષતાવાળી સેરેમોનિયલ બેંચ સમક્ષના કેસની સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું હતું. મુખ્ય ન્યાયાધીશ એન.વી.રમનાએ તેમના કાર્યકાળમાં વહેલી સુનાવણી માટે કેસોને સૂચિબદ્ધ કરવા પર ધ્યાન કેન્દ્રિત ન કરી શકવા બદલ સેરેમોનિયલ બેંચ સમક્ષ માફી માંગી હતી.
સેરેમોનિયલ બેંચને CJIએ કહ્યું કે આઈ એમ સોરી. સોળ મહિનામાં હું માત્ર પચાસ દિવસ અસરકારક અને પૂર્ણ સમયની સુનાવણી કરી શક્યો છું, કોવિડને કારણે કોર્ટ સંપૂર્ણ રીતે કામ કરી શકી નથી, પરંતુ મેં પૂરેપૂરો પ્રયાસ કર્યો કે સુપ્રીમ કોર્ટેમાં કામકાજ ચાલુ રહે.
આ પહેલા ચીફ જસ્ટિસ એનવી રમનાએ સુપ્રીમ કોર્ટના કર્મચારીઓના કામની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે સર્વોચ્ચ અદાલતના કર્મચારીઓ એક અદ્રશ્ય શક્તિ છે, જે સંસ્થાને ન્યાય આપવાની પ્રક્રિયામાં મદદ કરે છે. ન્યાયમૂર્તિ રમનાએ કોવિડ-19 દરમિયાન સુપ્રીમ કોર્ટના કર્મચારીઓના યોગદાનની પ્રશંસા કરતા કહ્યું કે તેમના કારણે સર્વોચ્ચ અદાલત એક દિવસની રજા લીધા વિના કામકાજ ચાલુ રાખવામાં સક્ષમ રહી. છેલ્લા 16 મહિનાથી ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે અને આઠ વર્ષ સુધી સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે સેવા આપવાનો તેમનો અનુભવ અદ્ભુત રહ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.