રેલવેએ પોતાની સેવા ઘણે દરજ્જે સુધારી છે અને જો તમને કોઈ અડચણ આવે તો ટ્વીટ કે હેલ્પલાઈન નંબરના માધ્યમથી તમે મદદ માગી શકો છો અને મદદ મળે પણ છે. આવી જ મદદ એક મુસાફરે માગી અને તેને રેલવેએ તો જવાબ પણ આપ્યો, પણ નેટિઝન્સે તેની મજાક ઉડાવવામાં કોઈ કસર ન છોડી.
અરૂણ નામના એક મુસાફરે પદ્માવત એક્સપ્રેસમાં ટોઈલેટમાં પાણી ન હોવાની ફરિયાદ રેલવેના ટ્વીટર હેન્ડલ પર કરી. અરુણે પોતાની ટ્વીટમાં લખ્યું- પદ્માવત એક્સપ્રેસમાં જ્યારે હું શૌચાલયમાં ગયો, ત્યારે ત્યાં પાણી નહોતું. હવે હું શું કરું? હું પાછો આવીને સીટ પર રોકીને બેઠો છું. ટ્રેન પણ 2 કલાક મોડી ચાલી રહી છે.
आज मई पद्मावती एक्सप्रेस में सफर कर रहा था 14207 jaye to गाजियाबाद ट्रेन में टॉयलेट गया हापुड़ जा, पर तो यहां पानी नहीं आ रहा था अब मई क्या करू वापस आया और सीट पर रोक कर बैठा हूं ट्रेन 2 घंटे लेट चल रही हैं pic.twitter.com/QT5DAuFTBJ
— Arun Arun (@ArunAru77446229) March 11, 2023
“>
આના પર રેલવે સેવાએ જવાબ આપ્યો – અસુવિધા માટે માફ કરજો. અમે તમને વિનંતી કરીએ છીએ કે કૃપા કરીને ડીએમ મારફતે વૈકલ્પિક રીતે મુસાફરીની વિગતો (પીએનઆર / યુટીએસ નંબર) અને મોબાઇલ નંબર અમારી સાથે શેર કરો. તે બાદ અરૂણે રેલવેનો આભાર માનતી ટ્વીટ કરી હતી. बहुत बहुत धन्यवाद इंडियन रेल्वे pic.twitter.com/946gkb5Kyd — Arun Arun (@ArunAru77446229) March 11, 2023 “>
અરુણની ફરિયાદનું ટ્વિટ વાયરલ થયું હતું. તેના સેંકડો લોકોએ પ્રતિક્રિયા આપી છે. ટ્વિટર પર અરુણના માત્ર 19 હજાર ફોલોઅર્સ હોવા છતાં તેના આ ટ્વીટને અઢી લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ઘણા યૂઝર્સે તેને સેલ્ફ મેડ સેલિબ્રિટી ગણાવી છે.
લોકોએ ચિત્ર-વિચિત્ર કોમેન્ટ્સ કરી અરૂણની સ્થિતિની મજા લીધી હતી. એક યુઝરે લખ્યું- અરુણની ફરિયાદ યોગ્ય છે. બીજાએ કહ્યું- ભાઈ બીજા કોચ પાસે જા.. તે જ સમયે, ત્રીજાએ લખ્યું – તેને ડબ્લ્યુએચઓની સામે અવાજ ઉઠાવો. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું- ના, યૂએનમાં લઈ જાઓ. અન્ય એક યુઝરે કહ્યું- રેલવેએ આના પર ઝડપથી ધ્યાન આપવું જોઈએ, નહીં તો ટ્રેનમાં ગરબડ થઈ શકે છે. એક યુઝરે લખ્યું કે અરુણ જી માટે સંકટનો આ સમય છે, હું તેમની ધીરજની પ્રશંસા કરું છું. તો એક લખ્યું ચહેરા પર સમસ્યા સ્પષ્ટ દેખાઈ રહી છે. તો બીજા કોઈએ લખ્યું હતું કે સ્વચ્છતા અભિયાનમાં તમે જે પ્રશંસનીય યોગદાન આપ્યું છે તેના માટે તમામ ભારતીયોને તમારા પર ગર્વ છે.
જોકે હાલમાં આ ભલે રમૂજની વાત લાગે, પરંતુ રેલવેની લાંબી મુસાફરી દરમિયાન પ્રવાસીઓની કુદરતી ક્રિયાઓની વ્યવસ્થા રાખવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને બાળકો સાથે આવતી મહિલાઓ, માસિક ધર્મ સમયે મુસાફરી કરતી મહિલાઓ પાણી ન હોવાથી ઘણી મુશ્કેલીઓ અનુભવે છે.