Homeઆમચી મુંબઈહાયપર ટેન્શન દર્દીઓની મુંબઈમાં થશે સ્ક્રીનિંગ

હાયપર ટેન્શન દર્દીઓની મુંબઈમાં થશે સ્ક્રીનિંગ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈની ફાસ્ટ લાઈફમાં હાયપર ટેન્શન અને ડાયાબિટીઝ જેવી ગંભીર બીમારીના કેસમાં વધારો થઈ રહો છે. હાયપર ટેન્શન અને ડાયાબિટીઝના દર્દીઓને સમયસર સારવાર મળી શકે તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ મશીનોની ખરીદી કરી હતી. હાલ મુંબઈની હૉસ્પિટલ તથા કૉલેજમાં તેમ જ જી-ઉત્તર વોર્ડમાં લોકોના સ્ક્રીનિંગ ચાલી રહ્યા છે, જોકે મુંબઈમાં આ બીમારીના કેસ સતત વધી રહ્યા હોવાથી પાલિકાએ હવે આગામી દિવસમાં મુંબઈના તમામ ૨૪ વોર્ડમાં હાયપર ટેન્શન અને ડાયાબિટીઝના દર્દીઓની તપાસ કરવાની ઝુંબેશ હાથ ધરવાની છે.
મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તાજેતરમાં એક કરેલા સર્વેક્ષણમાં ૧૮થી ૬૯ વર્ષના લોકોમાં ડાયાબિટીઝ અને બ્લડ પ્રેશરના દર્દી વધુ નોંધાયા હતા. મુંબઈમાં ૩૪ ટકા દર્દી બ્લડ પ્રેશરના તો ૧૯ ટકા દર્દી ડાયાબિટીઝના હોવાનું સર્વેક્ષણમાં બહાર આવ્યું છે. આ પાર્શ્ર્વભૂમિ પર પાલિકાની હૉસ્પિટલ અને કૉલેજમાં સ્ક્રીનિંગ ચાલુ કર્યું છે. જી-ઉત્તર વોર્ડમાં પણ આશા વર્કરના માધ્યમથી ઘર-ઘરમાં સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે, જેને સારો પ્રતિસાદ મળ્યો છે.
સ્ક્રીનિંગ માટે આવશ્યક લાગનારાં તમામ ઉપકરણો સહિત છ હજાર મશીન ખરીદી કરવામાં આવ્યાં છે. આ મશીન આગામી ૧૫ દિવસમાં હાથમાં આવવાની સાથે જ તમામ વોર્ડમાં ઘરે-ઘરે ઝુંબેશ હાથ ધરવામાં આવવાની છે. આ ઝુંબેશમાં આશા વર્ક સહિત પાલિકાના સાડા ત્રણ હજાર કામગાર, કર્મચારી જોડાશે એવું પાલિકાના આરોગ્ય ખાતાના અધિકારીએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

Most Popular