Hyderabad Liberation Day: અમિત શાહે કહ્યું ‘જો સરદાર પટેલ ન હોત તો હૈદરાબાદને આઝાદ કરવામાં ઘણા વર્ષો લાગ્યા હોત’

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

આજે હૈદરાબાદ મુક્તિ દિવસ (Hyderabad Liberation Day) નિમિત્તે, આજે ગૃહ પ્રધાન અમિત શાહે હૈદરાબાદમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણીનું ઉદ્ઘાટન કર્યું. અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલિ આપીને તેનું વિવિધ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. તમને જણાવી દઈએ કે, હૈદરાબાદના ભારતીય સંઘમાં સામેલ થયા બાદ દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે પરેડ ગ્રાઉન્ડ પર તિરંગો ફરકાવ્યો હતો. અમિત શાહે હૈદરાબાદની આઝાદીનો શ્રેય સરદાર વલ્લભભાઈ પટેલને આપ્યો છે.
અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું, હૈદરાબાદ મુક્તિ દિવસની ઉજવણીનો હેતુ સ્પષ્ટ છે કે આ મુક્તિ ચળવળની વાત નવી પેઢી સુધી પહોંચવી જોઈએ. આ સાથે તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “હું તેમને અભિનંદન આપું છું કે જેમણે નક્કી કર્યું કે હૈદરાબાદ લિબરેશન ડે ઉજવવામાં આવશે. મને ખૂબ જ ખુશી છે કે પીએમની જાહેરાત પછી, લોકોએ તરત જ તૈયારીઓ શરૂ કરી દીધી. હૈદરાબાદ મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી.”
અમિત શાહે કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલ જાણતા હતા કે જ્યાં સુધી નિઝામનો પરાજય નહીં થાય ત્યાં સુધી અખંડ ભારતનું સપનું અધૂરું રહેશે. 1948માં આજના દિવસે હૈદરાબાદ આઝાદ થયું હતું. આ માટે સરદાર વલ્લભાઈ પટેલ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. સરદાર પટેલે જ નિઝામની સેનાને હરાવી સમગ્ર હૈદરાબાદને આઝાદ કરાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘જો સરદાર વલ્લભાઈ પટેલ ન હોત તો કદાચ હૈદરાબાદની આઝાદીમાં સેંકડો વર્ષો લાગ્યા હોત.’

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.