Homeઆપણું ગુજરાતગોઝારી ઘટના: અમદાવાદના શાહપુરમાં આગ લાગતા પતિ પત્ની અને બાળકના મોત

ગોઝારી ઘટના: અમદાવાદના શાહપુરમાં આગ લાગતા પતિ પત્ની અને બાળકના મોત

અમદાવાદના શાહપુર વિસ્તારમાં વહેલી સવારે એક ગોઝારી ઘટના બની હતી. અમદાવાદના શાહપુર વિસ્તારમાં એક મકાનમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આગમાં આખો પરિવાર હોમાય ગયો છે. પતિ-પત્ની અને બાળકનું મોત નિપજ્યું છે.
શાહપુર દરવાજા પાસેના માસ્ટર પેટ્રોલ પંપ પાસે આવેલી ન્યૂ એચ. કોલોનીના એક મકાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા જયેશ ભાઈ વાઘેલા પત્ની અને પુત્ર સાથે રેહતા હતા. આજે સવારે 4.30 વાગ્યાના અરસામાં અજાણ્યા કારણોસર આગ ફાટી નીકળતા ઊંઘ રહેલા પરિવારના ત્રણેય સભ્યો મોતને ભેટ્યા છે.
પડોશીઓને મકાનમાંથી ધુમાડો નીકળતા જોતા તુરંત ફાયરબ્રિગેડને જાણ કરી હતી. ફાયરબ્રિગેડની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડના જવાનો આગ ઓલવીને ઘરમાં પહોંચ્યા ત્યારે રૂમમાં ધૂમાડા વચ્ચે એક બાળક સહીત ત્રણ લાશ મળી આવી હતી. આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવતાં શાહપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. એફએસએલ રીપોર્ટ બાદ વધુ માહિતી સામે આવશે.
જયેશભાઈ તેમના પત્ની હંસાબેન અને પુત્ર રેહાન પરિવાર વહેલી સવારે જ્યારે ઊંઘમાં હતા ત્યારે જ આગ લાગી હતી, કદાચ તેમને જાણ જ થઈ ન હતી કે આગ લાગી છે. ઘરમાં ધુમાડો ફેલાઈ ગયો હતો અને પતિ, પત્ની અને બાળક બહાર નીકળે એની પહેલાં જ તેમનાં મોત થઈ ગયાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular