મુંબઈની શ્રદ્ધા વાલકરના લીવ ઈન પાર્ટનર આફતાબે કરેલા 35 ટૂકડાએ આખા દેશને હચમાચાવ્યો હતો, તેવો જ કિસ્સો દસ વર્ષ પહેલા ગુજરાતમાં બન્યો હતો, જેમાં પતિએ પત્ની અને પુત્રીના 21 ટૂકડા કરી બેરલમાં ભરી કૂવામાં ફેંકી દીધા હતા. મૃતદેહો એટલી હદે કોહવાઈ ગયા હતા કે વ્યક્તિની ઓળખ લગભગ અશક્ય હતી. ત્યારે પોલીસે મહિલાના હાથમાં એચપી લખેણા છુંદણા (ટેટુ)નો ફોટો પત્રિકારૂપે ફેરવ્યો હતો અને તે જોઈ મૃતક મહિલાની બહેનને તેને ઓળખી બતાવ્યા હતા.
આ કેસમાં મોડાસાની સેશન્સ કોર્ટના મુખ્ય સેસન્સ જજ એચ. સી. વોરાએ તા.9 જાન્યુઆરી 2023ના રોજ IPCની કલમ 302 અને 201 અંતર્ગત આરોપી અરવિંદ ડામોરને આજીવન કેદની સજા ફરમાવતા કિસ્સો ફરી તાજો થયો હતો.
10 વર્ષ પહેલાં ફેબ્રુઆરી 2013માં પોલીસને, સાબરકાંઠાના ભિલોડા તાલુકાના શંકરપુરા ગામની સીમમાં માંકડી ડૅમ વિસ્તાર સ્થિત એક કૂવામાંથી પ્લાસ્ટિકનું બૅરલ મળી આવ્યું હતું. આ બેરલમાં માનવ મૃતદેહના કોહવાયેલા ટૂકડા મળી આવ્યા હતા. પોલીસે એક હાથના ટૂંકડા પર એચપી લખેલું હતું તેના ફોટા છપાવી પત્રિકાઓ વહેતી કરી હતી. મૃતક હસુમતીની બહેન દક્ષાએ તેને ઓળખી બતાવ્યા અને બનેલી અરવિંદના કુકર્મનો ભાંડો ફૂટ્યો.
અરવિંદ એસઆરપી જવાન હતો. હસુમતી તેમના પત્ની હતા. અરવિંદના હસુમતી સાથે આ બીજા લગ્ન હતા. તેમના પહેલા પત્ની ગામડામાં રહેતા હતાં અને તેમને ત્રણ સંતાન હતા. હસુમતીને બે દીકરી હતી, જેમાં નાની દીકરીને લકવાની અસર થઈ ગઈ હતી. અકવિંદના મોટા પુત્રના લગ્નમાં જવાની ઈચ્છા હસુમતીએ વ્યક્ત કરી હતી, પણ અરવિંદ માન્યો નહીં. બન્ને વચ્ચે ઝગડો થયોને અરવિંદે તેને ગાંધીનગર ખાતેના પોતાના ઘરમાં મોતને ઘાટ ઉતાર્યા. સાથે પુત્રીને પણ મારી નાખી. તેના ટૂકડા કરી તેને પ્લાસિટકના બેરલમા ભરી અન્ય સામાન સાથે વાંકાનેર લાવ્યો હતો અને મિત્રોની મદદથી તેને ભીલોડા ખાતે કૂવામા ફેંકી દીધા હતા.
દક્ષા આ દરમિયાન તેની બહેનનો ફોન દ્વારા સપર્ક કરવાની કોશિશ કરતી હતી, પરંતુ થઈ રહ્યો ન હતો અને અરવિંદ ઉડાઉ જવાબ આપતો હતો. તે દરમિયાન તેણે આ રીતે મૃતદેહના ટૂકડા મળ્યાના સમાચારો સાંભળ્યા હતા. છાપામાં જ્યારે છુંદણાવાળા ફોટા જોયા ત્યારે તે સમજી ગઈ અને તેણે બહેનની લાશ હોવાનું જણાવ્યું. આ રીતે અરવિંદનો ભાંડો ફૂટી ગયો. હત્યારા પતિએ પત્નીની લાશના ટૂકડા કરી તેનીઓળખ ભૂંસવાની કોશિશ કરી, પણ કરેલા કર્મોનું ફળ ભોગવવાનું જ હોય છે.