પત્નીના ચારિત્ર્ય પર શંકા કરનારા પતિએ ભર રસ્તે ચાકુથી કર્યો હુમલો અને પછી જે થયું…

આમચી મુંબઈ

Mumbai: મુંબઈના તિલકનગરમાં એ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા કરનારા પતિએ રવિવારે મોડી રાત્રે ચાકુના ઘા ઝીંકીને તેની હત્યા કરી નાંખી હતી. પોલીસે આપેલી માહિતી અનુસાર મૃતક દિપાલી જાવળેનો પતિ સંતોષ (40) અવારનવાર તેના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને આ કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતાં હતાં. સતિષ અને તેનો મિત્ર રવિવારે રાતના તિલકનગર પોલીસ સ્ટેશનની હદમાં આવ્યા હતાં અને સતિષે તેની પત્ની પર ચાકુ વડે હુમલો કર્યો હતો. ઘટનાની જાણકારી થતાં પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં અને ગંભીર રીતે જખમી થયેલી દિપાલીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર આ પ્રકરણે ગુનો દાખલ કરીને મૃતકના પતિ અને તેના મિત્રને તાબામાં લીધા હતાં. મામલાની વધુ તપાસ પોલીસ કરી રહી છે.

પ્રતિસાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.