અમદવાદમાંથી એક આઘાતજનક ઘટના સામે આવી રહ્યા છે. પતિ-પત્નીના ઝઘડાનો કરુણ અંજામ આવ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલી બિલ્ડિંગમાં આજે સવારે આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને પોલીસની ગાડીઓ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબૂ મેળવ્યા બાદ ઘરમાં કોઈ મળ્યું ન હતું. ચપ્પાના ઘા મારેલી એક મહિલાની લાશ નીચે મળી આવી હતી. પોલીસે પૂછપરછ કરતા ચોંકાવનારી માહિતી સામે આવી છે. ઝઘડો થતા પતિએ પત્નીની હત્યા કરી ઘરમાં આગ લગાવી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના અનિલ બઘેલ અને પત્નિ અનિતા બઘેલ તથા ધોરણ 6માં ભણતી એક પુત્રી અને ધોરણ 8માં ભણતા પુત્ર સાથે ગોદરેજ ગાર્ડન સિટીના ઇડન-5 બિલ્ડીંગના ચોથા મળે રહેતો હતો. અનિલ જાપાનની ટોરે કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે. બાળકો સવારે સ્કૂલે ગયા હતા બાદમાં ઘરે પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થયો હતો આ દરમિયાન ઘરમાં આગ લાગી હતી. આગ પ્રસરે એ પહેલા પતિ-પત્ની ઝઘડતા ઝઘડતા સિડી ઉતરીને નીચે પહેલા મળે આવી ગયા હતા. આ સમયે બન્ને ચપ્પાના ઘા મારેલી હાલતમાં જોવા મળ્યા હતા. જેમાં પત્નીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે પતિને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસેને આપેલા નિવેદનમાં પતિ કંઇક અલગ જ વાત જણાવી રહ્યો છે. પોલીસને નિવેદન મુજબ, આ બનાવ સવારે 9.30 કલાકનો છે. ચાંદખેડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અનિલ બઘેલના જણાવ્યા પ્રમાણે સવારે તેઓ નાસ્તો કરી રહ્યા હતા ત્યારે નાસ્તો વાસી હોવા મામલે ઝગડો શરૂ થયો હતો. જે દરમિયાન પત્નીએ પોતાના પર છરીના ઘા ઝીંક્યા હતા અને ગેસ કનેક્શન કાઢીને આગ લાગવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ અનિલભાઈએ બચાવ-બચાવની બૂમો પાડી હતી. ઘટના સ્થળ પર એફએસએલની ટીમ તપાસ માટે પહોંચી છે.
દંપતીએ વર્ષ 2017માં આ ઘર લીધું હતું. અવારનવાર પરિવારના લોકો પણ ઘરે આવતા હતા. પત્ની માનસિક તણાવમાં રહેતી હતી. આ મામલે બાળકોની પૂછપરછ પણ ચાલુ છે. પત્નીની બહેનને પણ બોલાવ્યા છે. તપાસ મામલે ફિગરપ્રિન્ટ અને કોલ ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યા છે.
ઘરકંકાસનો કરુણ અંજામ: અમદવાદમાં પતિએ પત્નીની હત્યા કરી, આગ લાગતા ઘર બળીને ખાખ
RELATED ARTICLES