પરણેલા લોકો અને તેમાં પણ ખાસ કરીને પતિઓ એનિવર્સરી ભૂલી જાય છે કે પછી પત્નીનો જન્મદિવસ ભૂલી જાય છે. હવે આ ભૂલ એટલી અક્ષમ્ય હોય છે ઘણી વખત આ નાનકડી ભૂલ મોટા ઝઘડામાં ફેરવાઈ જાય છે. હવે આવા કેસમાં પતિ વાતને પૂરી કરવા માટે સોરી કહી દે છે કે પછી ભૂલી જવા માટેના જાત-જાતના કારણો પત્નીને આપે છે અને એક સરસમજાની ભેટ આપીને આખો મામલો સંભાળી લે છે. પરંતુ દુનિયામાં એક જગ્યા એવી પણ છે કે જ્યાં આ ભૂલ, ભૂલ નહીં પણ ગુનો બની જાય છે.
આજે આપણે અહીં વાત કરીશું એક એવા દેશ વિશે કે જ્યાં પત્નીનો જન્મદિવસ ભૂલી જવો એ કોઈ નાનકડી ભૂલ નહીં પણ મોટો ગુનો બની જાય છે અને પતિએ તેની ભારે કિંમત ચૂકવવી પડે છે અને પતિએ આ ભૂલ માટે પાંચ વર્ષની જેલની સજા પણ ભોગવવી પડે છે.
અહીં વાત થઈ રહી છે પોતાની સુંદરતા માટે પ્રખ્યાત સમોઆ દેશની. સુંદરતમાં આ દેશનો જોટો જડે એમ નથી. પરંતુ અહીં એક એવો કાયદો છે કે જેના વિશે આપણે અહીં વાત કરવાના છીએ. સમોઆમાં જો પતિ પહેલીવાર તેની પત્નીનો જન્મદિવસ ભૂલી જાય, તો તેને માત્ર ચેતવણી આપીને છોડી મૂકવામાં આવે છે, પરંતુ જો બીજી વખત પતિ પત્નીનો જન્મદિવસ ભૂલી જાય તો તેને બક્ષવામાં નથી આવતો.
ભૂલનું પુનરાવર્તન કરવા માટે પતિને સજા ફટકારવામાં આવે છે. બીજી વખત જન્મદિવસ ભૂલી જવા પર પતિ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવે છે અને તેને દંડ ભરવો પડી શકે છે અથવા જેલ પણ જવું પડી શકે છે અને એ પણ પાંચ વર્ષ માટે…
સામોઆમાં આ કાયદાનું કડક રીતે પાલન કરાવવા માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ એ વાતની ચોક્સાઈ રાખે છે કે આ કાયદાનું યોગ્ય રીતે દરેક પતિ-પત્ની દ્વારા પાલન કરવામાં આવે. આ વિશેષ ટીમ સિવાય પોલીસ પણ આ મામલાને લઈને ગંભીરતાથી રજૂ થાય છે. ફરિયાદ મળવા પર પોલીસે વિલંબ કર્યા વગર કેસમાં કાર્યવાહી કરવાની હોય છે. આ કાયદાને લઈને મહિલાઓને જાગૃત કરવા માટે સમય-સમય પર કેમ્પ લગાવવામાં આવે છે અને અભિયાન ચલાવવામાં આવે છે.