બુુલિયન બજારમં મંદીના માહોલ વચ્ચે બંને કિંમતી ધાતુના સેંકડા બદલાઇ ગયા હતા. સોનું ૫૭૦૦૦ની અને ચાંદી ૬૬,૭૫૦ની અંદર ઉતરી ગઇ હતી. બુલિયન ડીલર્સના જણાવ્યા અનુસાર નબળા વૈશ્ર્વિક વલણો વચ્ચે શુક્રવારે સ્થાનિક એ દેશાવરોના બજારમાં લેવાલીના ટેકા વગર સોનાચાંદીના ભાવની ચમક ઝાંખી પડી ગઇ હતી.
મુંબઇના ઝવેરી બજારમાં આઇબીજેએના સાધનો અનુસાર ૯૯૯ ટચનું શુદ્ધ સોનું રૂ. ૫૭,૫૯૭ના પાછલા બંધ સામે રૂ. ૫૬૯૮૩ની સપાટીએ ખૂલીને અંતે ૧૦ ગ્રામે રૂ.૫૫૯ના ઘટાડા સાથે રૂ. ૫૭૦૩૮ની સપાટીએ બંધ રહ્યું હતું. જ્યારે સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૫૭,૩૬૬ના પાછલા બંધ સામે રૂ. ૫૬૭૫૫ની સપાટીએ ખૂલીને રૂ. ૫૫૬ના ઘટાડા સાથે રૂ. ૫૬૮૧૦ની સપાટીએ અને હાજર ચાંદી રૂ. ૬૭,૪૮૩ની પાછલી બંધ સપાટી સામે રૂ. ૬૬૪૨૫ અંતે એક કિલોદીઠ રૂ. ૭૪૩ના ઘટાડા સાથે રૂ. ૬૬૭૪૦ની સપાટીએ બંધ
રહી હતી.
વિદેશી બજારમાં, સોનું અને ચાંદી બંને અનુક્રમે ૧,૮૬૬ ડોલર પ્રતિ ઔંસ અને ૨૨.૧૨ ડોલર પ્રતિ ઔંસના સ્તરે નીચામાં ક્વોટ થઈ રહ્યા હતા. શુક્રવારે એશિયન ટ્રેડિંગ કલાકોમાં કોમેક્સ સોનાના ભાવમાં નીચા વેપાર થયા હતા.ડ
દિલ્હીના બજારોમાં હાજર સોનાના ભાવ ૧૦ ગ્રામ દીઠ રૂ. ૬૬૯ ઘટીને રૂ. ૫૬,૭૫૪ પ્રતિ ૧૦ ગ્રામ બોલાયા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાનો ભાવ રૂ. ૬૬૯ ઘટીને રૂ. ૫૬,૭૫૪ પ્રતિ ૧૦ ગ્રામ થયો હતો. અગાઉના વેપારમાં, આ યલો મેટલ રૂ. ૫૭,૪૨૩ પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ પહોંચી હતી. ચાંદીનો ભાવ પણ રૂ. ૧,૦૨૬ ઘટીને રૂ. ૬૬,૯૫૩ પ્રતિ કિલોગ્રામ થયો હતો.
સેંકડા બદલાયા, સોનું ૫૭૦૦૦ની અને ચાંદી ૬૬,૭૫૦ની અંદર ઉતર્યાં
RELATED ARTICLES