છઠ્ઠી ડિસેમ્બરે બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરનો મહાપરિનિર્વાણ દિન હતો. દાદરના શિવાજી પાર્ક ખાતે તેમના સ્મારક ‘ચૈત્યભૂમિ’ના દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યભરમાંથી લોકો આવ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો લોકોએ તેમના આદર્શને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દર્શન કરવા આવેલા લોકોને અમારા તસવીરકારે ઝૂમ વ્યુથી તેના કૅમેરામાં કેદ કરી લીધા હતા. (અમય ખરાડે)