એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
શાહરુખ ખાનની ‘પઠાન’ ધૂમ મચાવી રહી છે ને રિલીઝ થયા ત્રણ જ દિવસમાં જે રીતે રેકોર્ડ બ્રેક કર્યા છે એ જોતાં હિન્દી સિનેમાની સૌથી સફળ ફિલ્મ બની જાય તો નવાઈ નહીં લાગે. ‘પઠાન’એ માત્ર ચાર જ દિવસમાં વર્લ્ડવાઈડ રૂપિયા ૪૦૦ કરોડની કમાણી કરી છે ને જે રીતે ફિલ્મ આગળ વધી રહી છે એ જોતાં હજાર કરોડના આંકડાને પાર કરી નાંખે તો પણ નવાઈ નહીં લાગે.
‘પઠાન’એ પહેલા જ દિવસે ૫૭ કરોડ રૂપિયાની કમાણી કરીને ધમાકો કરી નાંખેલો. ફિલ્મે વર્લ્ડવાઇડ ૧૦૬ કરોડની કમાણી કરી હતી. ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં પહેલા જ દિવસે ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરનારી ‘પઠાન’ પહેલી ફિલ્મ છે. બીજા દિવસે ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિનની રજા હતી તેનો જોરદાર લાભ ‘પઠાન’ને મળ્યો ને બીજા દિવસે ભારતમાં ૭૦ કરોડની કમાણી સાથે વર્લ્ડવાઇડ રૂપિયા ૨૩૫ કરોડની કમાણી કરીને ‘પઠાન’એ બીજી બધી ફિલ્મોને પાછળ છોડી દીધી હતી. ‘પઠાન’ની આગેકૂચ હજુ ચાલુ છે ને ક્યાં જઈને અટકશે એ કહેવું મુશ્કેલ છે પણ ‘પઠાન’ની ભવ્ય સફળતાના કારણે શાહરૂખ ખાને ભવ્ય કમબેક કર્યું છે.
‘પઠાન’ની સફળતા એ લોકોના મોં પર તમાચા સમાન છે કે જે લોકો ફિલ્મોના મનોરંજનને પણ હિંદુ-મુસ્લિમની સંકુચિત માનસિકતાના દાયરામાં કેદ કરીને પોતાનો રોટલો શેકવા માગે છે. ‘પઠાન’ રીલીઝ થઈ એ પહેલાં મધ્ય પ્રદેશના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રા અને આસામના મુખ્યમંત્રી હિંમત બિસ્વ સરમા સહિતના નમૂનાઓએ આ દેશના હિંદુઓને ‘પઠાન’નો બહિષ્કાર કરવા કહેલું. ‘પઠાન’ના બેશરમ ગીતમાં દીપિકા પદુકોણેએ ભગવા રંગની બિકિની પહેરીને હિંદુ ધર્મનું અપમાન કર્યું છે એવો ફાલતુ મુદો ઉભો કરીને વિવાદ ખડો કરાયેલો.
‘પઠાન’ સુપરહિટ થઈ છે તેમાં હિંદુઓનું યોગદાન સૌથી વધારે છે એ કહેવાની જરૂર નથી. આ દેશમાં હિંદુઓની બહુમતી છે ને હિંદુઓ મૂવી જોવા ના જાય તો કોઈ મૂવી ૩૦૦ કરોડનો બિઝનેસ ના કરી શકે. ‘પઠાન’ને સુપરહિટ કરાવીને આ દેશના હિંદુઓએ પોતે શું માને છે એ સ્પષ્ટ કરી દીધું છે. આ દેશના હિંદુઓએ સાફ મેસેજ આપી દીધો છે કે, હિંદુઓ મિશ્રા કે સરમા જેવા ગુલામ નથી. મિશ્રા કે સરમા જેવી સંકુચિત માનસિકતા ધરાવતા લોકો હિંદુઓએ શું જોવું ને શું ન જોવું એ નક્કી નહીં કરે કે થિયેટરોમાં તોડફોડ કરીને લુખ્ખાગીરી કરી ખાતાં કહેવાતાં હિંદુવાદી સંગઠનોવાળા પણ તેમને કશું નહીં કરવાની ફરજ પાડી શકે.
વાસ્તવમાં આ દેશનાં લોકોએ આ નમૂનાઓને પોતાને આ બધા બકવાસમાં રસ નથી એ મેસેજ પહેલાં જ આપી દીધેલો. ‘પઠાન’નું બેશરમ રંગ ગીત રિલીઝ થતાં જ છવાઈ ગયું હતું ને ચાર દાડામાં જ ૧૦ કરોડ લોકોએ જોઈ નાંખેલું. અત્યાર સુધીમાં જ આ ગીતના યુટ્યુબ પર ૨૫ કરોડથી વધારે વ્યૂ છે.
કેટલાક કહેવાતા હિંદુવાદીઓને આ ગીતા સામે વાંધો પડી ગયો હતો. તેમણે એવો વાંધો ઊભો કરેલો કે, આ ગીતમાં દીપિકા પદુકોણેએ રંગની બિકિની પહેરી છે. તેના કારણે આ ગીત હિંદુત્વનું અપમાન કરી રહ્યું છે. મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ દાવો કરેલો કે, દીપિકાએ ભગવા રંગની મજાક ઉડાવી છે એ બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. ભગવા રંગને બેશરમ કહેવાયો છે એ પરથી લાગે છે કે, બોલીવૂડ સનાતન ધર્મની વિરુદ્ધ જવા પ્રયાસ કરી રહ્યું છે. ભગવા રંગે સમગ્ર દેશ અને દુનિયાને દિશા બતાવવાનું કામ કર્યું છે, તેને આ ગીતમાં બેશરમ રંગનું નામ આપવામાં આવ્યું છે એ બિલકુલ નહીં ચાલે. મિશ્રાએ પઠાણના નિર્માતાઓને ચેતવણી પણ આપી હતી કે, દીપિકાનાં કપડાં અને ફિલ્મનાં કેટલાંક દ્રશ્યો તાત્કાલિક નહીં બદલાય તો સારાં પરિણામ નહીં આવે.
બીજા કહેવાતા હિંદુવાદીઓ પણ આ હઈસો હઈસોમાં જોડાઈ ગયેલા. તેમણે પણ બોલીવૂડના હિંદુત્વના અપમાનના એજન્ડાના ભાગરૂપે ગીત બનાવાયું હોવાનો દાવો કરીને ફિલ્મના બહિષ્કારનું એલાન કરી નાંખેલું. આ જમાતે સોશિયલ મીડિયા પર ઇજ્ઞુભજ્ઞિિંં ઙફવિંફફક્ષ ટ્રેન્ડ કરાવી દીધેલું. એ છતાં પણ ગીતના વ્યૂઝ સતત વધી રહ્યા હતા ને તેના પરથી સ્પષ્ટ હતું કે, આ બકવાસની આ દેશના હિંદુઓને કે બીજા કોઈને કંઈ પડી નથી. હવે ફિલ્મ સુપરહીટ થઈ ગઈ છે પછી તો આ વાત વધારે સ્પષ્ટ થઈ ગઈ છે.
મજાની વાત એ છે કે, કહેવાતાં હિંદુવાદી સંગઠનોએ પડ્યા પછીય ટંગડી ઊંચી રાખવા માટે એવો દાવો કરેલો કે તેમના વિરોધના કારણે ફિલ્મનાં ઘણાં દૃશ્યો સેન્સર બોર્ડે કાપી નાંખ્યાં છે તેથી હવે ફિલ્મ રિલીઝ થવા સામે કંઈ નહીં કરીએ. આ બેશરમ ને નકટાઓને શું કહેવું એ જ ખબર પડતી નથી. જે ગીત સામે આટલી ધમાલ કરી એ ગીત બેશરમ રંગ ફિલ્મમાં આખેઆખું છે ને દીપિકાની ભગવા રંગની બિકિની પણ ગીતમાં છે જ. તો પછી તમારા વિરોધના કારણે શું બદલાયું ?
‘પઠાન’ની સફળતામાં હિંદુત્વના નામે ચરી ખાનારા નમૂનાઓ માટે બીજો પણ બોધપાઠ છે. તેમણે વિચારવું જોઈએ કે નરોત્તમ મિશ્રા કે હિમંત બિસ્વ સરમા જેવા ફૂંફાડા મારનારા કેમ મિયાંની મીંદડી થઈને બેસી ગયા ? કેમ કે દિલ્હીમાં બેઠેલા મોદી સાહેબે કહી દીધું કહે, ફિલ્મોના વિરોધનાં ને એ બધાં તૂત નહીં ચાલે.
મોદીએ જે વલણ લીધું એ બરાબર છે કેમ કે ફિલ્મોના વિરોધના નામે તૂત જ ચાલે છે પણ સવાલ મિશ્રા ને સરમા જેવા લોકોની માનસિકતાનો છે. ખરેખર તેમને હિંદુત્વની ચિંતા હોય ને ‘પઠાન’ના ગીતથી હિંદુત્વનું અપમાન થયું હોય એવું લાગતું હોય તો, મોદી હે કે બીજું કોઈ કહે, તેમને ફરક ના પડવો જોઈએ. હિંદુત્વના અપમાન સામે તેમણે ઝંડો લઈને ઊભા જ રહેવું જોઈએ પણ તેના બદલે એ તો પોતે જ ઘરે જઈને ગોદડું ઓઢીને સૂઈ ગયા. તેનું કારણ એ કે એ લોકોને હિંદુત્વ સાથે કંઈ લેવાદેવા છે જ નહીં. હિંદુત્વનું અપમાન ને એ બધાં તો લોકોમાં ઉન્માદ પેદા કરીને પોતાનો રોટલો શેકવાના મુદ્દા છે. અસલી ઉદ્દેશ સત્તા છે ને મોદી સાહેબની આંખ લાલ થઈ તેમાં ઘરે બેસવાનો વારો આવી જશે એવો ડર લાગ્યો તેમાં હિંદુત્વ અભરાઈ પર ચડી ગયું.
This article by Bharat Bhardwaj is very impressive. Kudos to him. I completely agree with every word written in the article. All the older generations have something against all the Muslim actor/actresses just because of their religion and I despise that. They always criticise every point in the film and watch the film with th pov of Hindu/Muslim and that doesn’t ever sit well with me. My dad is also among them and i can’t stand it. He’ll always pass comments while watching any movie of the Khan’s or someone else. The whole protest brought up by the 2 leaders was stupid and a desperate attempt for publicity. Then according to them we should just ban clothes with the colour saffron, right? Or only leave it for dresses worn on traditional or auspicious days.
All in all, great article I really loved it. Great work.