દેવાધિદેવ મહાદેવ અંગે સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીની ટીપ્પણીથી ભારે રોષ: રાજકોટમાં ફરિયાદ

આપણું ગુજરાત

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રબોધ સ્વામી જૂથના આનંદસાગર સ્વામીએ શિવજી પર કરેલા વાણી વિલાસથી સંત સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો શ્રી પંચનામ જૂના અખાડાના મહંત નરેન્દ્ર સોલંકીએ સ્વામીને હાંકી કાઢવા માંગ કરી હતી તો ગુજરાત કરણીસેનાએ માફી નહીં માગે તો ટીંગાટોળી કરીશું. તેમજ શિવ ભક્તોએ પ્રબોધ સ્વામીને મહાદેવ કરતા મોટા દેખાડવાનો આ હીન પ્રયાસ છે. સંતને આવી વાણી ક્યારેય ન શોભે. મહાદેવ સૃષ્ટિના સર્જનહાર છે. સાધુ આનંદ સાગરને ગાદી પરથી હટાવો. આવા સંત સંત કહેવાને લાયક નથી. સાધુ આનંદ સાગર જાહેરમાં માફી માંગે. તો બીજી તરફ, ભગવાન શિવજી પર વાણીવિલાસ કરનારા આનંદસાગર સ્વામી સામે રાજકોટમાં પોલીસ ગુનો નોંધાયો હતો. રાજકોટ બોર ઍસોસિએશન દ્વ્રારા પણ શહેરમાં વિરોધ પ્રદર્શન યોજીને સ્વામી સામે પગલા ભરવાની માંગણી કરી હતી.
મળતી માહિતી મુજબ, વીડિયોમાં આનંદસાગર સ્વામી કહી રહ્યા છે કે, નિશીતભાઈ મેઇન ગેટ જે ઝાંપો છે ત્યાં ગયા. ગેટ બંધ હતો અને ગેટની બહાર શિવજી ઊભા હતા. નિશીતભાઈએ વર્ણન કર્યું મને કે પિક્ચરમાં આપણે કેવી રીતે જોઇએ… એવી રીતે શિવજી જટાવાળા, નાગ વીંટેલો, ઋદ્રાક્ષ પહેરેલો, ત્રિશુલ હાથમાં બધી જ પ્રોપર્ટીની સાથે વ્યવસ્થિત ઊભા હતા. પછી નિશીતભાઈએ પ્રાર્થના કરી કે આપ અહીં સુધી આવ્યા છો તો અંદર પધારો તો પ્રબોધ સ્વામીજીનાં આપને દર્શન થઈ જાય. ત્યારે શિવજીએ એમને કહ્યું કે, પ્રબોધ સ્વામીનાં દર્શન મને થયા એવાં મારાં પુણ્ય જાગ્રત નથી થયાં પણ મને તમારાં દર્શન થઈ ગયાં એ મારાં અહોભાગ્ય છે. એટલું વાક્ય બોલી શિવજી યુવકને નિશીતભાઈના ચરણસ્પર્શ કરી અને ત્યાંથી જતા રહ્યાં. તો એવી પ્રાપ્તિ આપણને સૌને થઈ છે. પ્રબોધ સ્વામી જૂથના સાધુ આનંદ સાગર સ્વામીએ ભગવાન શિવ પર કરેલું બેફાણ વાણીવિલાસ તેમને ભારે પડ્યો છે. ભગવાન શિવજી વિશે કરેલી ટિપ્પણીથી શિવભક્તો અને સનાતન સેવકોમાં આક્રોશ ફેલાયો હતો અને ભગવાન શિવજી પર વાણીવિલાસ કરનારા આનંદસાગર સ્વામી સામે રાજકોટમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. બ્રહ્મ સમાજના લોકોએ રાજકોટમાં આનંદસાગર સ્વામીના પોસ્ટરો સળગાવી વિરોધ દર્શાવ્યો. બ્રહ્મદેવ સમાજ દ્વારા બી-ડિવિઝન ખાતે વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. આનંદ સાગર સ્વામીના પોસ્ટર સળગાવીને વિરોધ કરાયો હતો. ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.