મુંબઈના મલાડ વિસ્તારમાં જનકલ્યાણ નગર ખાતે 21 માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. અહેવાલો અનુસાર, આગને કાબૂમાં લેવા માટે ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે મલાડના જનકલ્યાણ નગર પાસે 21 માળની ઈમારતના ત્રીજા માળે એક બંધ રૂમમાં આગ લાગી હતી. આ આગમાં આઠ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે અને તેમને જરૂરી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગને કાબુમાં લઇ લેવામાં આવી છે.
આ ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
#Mumbai#Fire in Marina enclave building,jankalyaan nagar of #Malad @MumbaiPolice @mybmc pic.twitter.com/qd1tO6lw82
— Indrajeet chaubey (@indrajeet8080) December 3, 2022
“>