પાકિસ્તાનના બલૂચિસ્તાનના ક્વેટા શહેરમાં રવિવારે એક જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. PSL ક્રિકેટ મેચને કારણે ક્વેટા શહેરમાં કડક સુરક્ષા રાખવામાં આવી હોવા છતાં આ વિસ્ફોટ થયો છે. એક અઠવાડિયામાં આ ત્રીજો બ્લાસ્ટ છે. આ વિસ્ફોટ ક્વેટાના અત્યંત સુરક્ષિત વિસ્તારમાં પોલીસ હેડક્વાર્ટર અને ક્વેટા છાવણીના પ્રવેશદ્વાર પાસે થયો હતો, એવો સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો હતો.
મળતી માહિતી મુજબ આ વિસ્ફોટમાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ ધાદરમાં લઈ જવામાં આવ્યા હતા. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને ગુનેગારોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ જાહેર કરેલા એક નિવેદનમાં હુમલાની જવાબદારી સ્વીકારી છે અને જણાવ્યું છે કે વિસ્ફોટ સુરક્ષા અધિકારીઓને નિશાન બનાવવા માટે કરવામાં આવ્યા હતા.
પાકિસ્તાનના ક્વેટામાં જોરદાર બ્લાસ્ટ, અનેક ઘાયલ, જાનહાનિની આશંકા#BREAKING #PakistanBlast #Blast#Quetta #PakistanEconomicCrisis #PakistanBankrupt #news #NewsUpdatehttps://t.co/MMblSCHN4n pic.twitter.com/ZroU4j6NN7
— Mumbai Samachar Official (@Msamachar4u) February 5, 2023
પાકિસ્તાની તાલિબાન દ્વારા હુમલાઓ – તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) તરીકે ઓળખાય છે. તેઓ મોટા ભાગે સુરક્ષા અધિકારીઓને નિશાન બનાવે છે. આજકાલ તેમના હુમલામાં વધારો થઇ રહ્યો છે.
આ ઘટના બાદનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે સ્પષ્ટ નથી કે વધુ કોઈ જાનહાનિ થઈ છે કે કેમ. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.