હૃતિક રોશનના નાની પદ્મા રાની ઓમપ્રકાશનું 91 વર્ષની વયે નિધન

ટૉપ ન્યૂઝ

અભિનેતા હૃતિક રોશનના નાની પદ્મા રાની ઓમપ્રકાશનું 91 વર્ષની વયે મુંબઇમાં નિધન થયું હતું. તેઓ ઘણા સમયથી પથારીવશ હતા. છેલ્લા બે વર્ષથી તેઓ રોશન પરિવાર સાથે જ રહેતા હતા. રાકેશ રોશને દુઃખદ સમાચારની પુષ્ટિ કરી હતી.
પદ્મા રાણી ઓમપ્રકાશ ફિલ્મ નિર્માતા જે ઓમ પ્રકાશના પત્ની હતા. જે જે ઓમ પ્રકાશ હૃતિકની માતા પિંકી રોશનના પિતા હતા. પિંકીએ ઘણીવાર પદ્મા સાથે તસવીરો શેર કરી હતી જેમાં પદ્મા રાની હંમેશા પથારીમાં જોવા મળતા હતા.
જે ઓમપ્રકાશની વાત કરીએ તો, ફિલ્મ નિર્માતાએ 1974માં રાજેશ ખન્નાની આપ કી કસમની શરૂઆત કરી હતી. તેઓએ જીતેન્દ્ર સાથે અપના બના લો (1982), અપનાપન (1977), આશા (1980), અર્પણ (1983) આદમી ખીલોના હૈ (1993) જેવી ફિલ્મો કરી હતી.
તેમણે આયી મિલન કી બેલા (1964), આસ કા પંછી (1961), આયે દિન બહાર કે (1966), અને આંખો આંખો મેં અને આયા સાવન ઝૂમ કે (1969) જેવી બોક્સ ઓફિસ પર હિટ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. 07 ઓગસ્ટ, 2019ના રોજ તેમનું અવસાન થયું. તેઓ 93 વર્ષના હતા.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.