ઋતિક નહીં તેની એક્સ વાઈફ કરી રહી છે લગ્ન? જાણો શું છે સચ્ચાઈ

ફિલ્મી ફંડા

બોલીવૂડ સ્ટાર ઋતિક રોશન અને તેની એક્સ વાઈફ છુટાછેડા બાદ પણ એકબીજાના સારા મિત્રો છે. બંને નાના મોટા ફંક્શનમાં એક સાથે દેખાતા હોય છે. ઋતિક રોશન હાલમાં એક્ટ્રેસ અને સિંગર સબા આઝાદને ડેટ કરી રહ્યો હોવાની ખબરોએ જોર પકડ્યું છે ત્યારે સુઝૈન ખાન પણ અર્સલાન ગોની સાથે રિલેશનશિપમાં છે. ઘણા સમયથી ચર્ચા થઈ રહી છે કે ઋતિક અને સબા લગ્ન કરી શકે તેમ છે. જોકે, તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર ઋતિક નહીં પરંતુ સુઝૈન ખાન તેના બીજા લગ્નની તૈયારી કરી રહી છે.
નોંધનીય છે કે સુઝૈન ખાન અને અર્સલાન ગોની એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા છે ત્યારે આ કપલ લગ્ન વિશે વિચાર કરી રહ્યું છે. કહેવાઈ રહ્યું છે કે લગ્નની તૈયારીઓ થઈ ચૂકી છે અને ખૂબ જ ઓછા અને નજીકના લોકોની ઉપસ્થિતિમાં સાદાઈથી બંને લગ્નબંધને બંધાશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.