Homeઆમચી મુંબઈના ઉમ્ર કી સીમા હો... બોલીવૂડના ગ્રીક ગોડે ગર્લફ્રેન્ડ સાથે કર્યું આવું...

ના ઉમ્ર કી સીમા હો… બોલીવૂડના ગ્રીક ગોડે ગર્લફ્રેન્ડ સાથે કર્યું આવું કંઈક, તમે પણ જોઈ લો-

બોલીવૂડના સુપર હીરો ઋતિક રોશન પોતાની ફિલ્મો કરતાં વધુ તો પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. પત્ની સુઝેનથી છુટા પડ્યા બાદ હવે ઋતિક સિંગર સબા આઝાદને ડેટ કરી રહ્યો છે એ વાત તો સૌ કોઈ જાણે છે. સબા ઋતિક કરતાં 14 વર્ષ નાની છે.
49 વર્ષનો ઋતિક અને સબા દર થોડાક દિવસે સોશિયલ મીડિયા પર કોઈને કોઈ કપલ ગોલ્સ સેટ કરતાં જોવા મળે છે. આઉટિંગ પર પણ હંમેશા સબા અને ઋતિક સાથે જ જોવા મળે છે. ઘણી વખત ઋતિક તો વળી ક્યારેક સબા બંને જણ એકબીજાની પોસ્ટ પર કમેન્ટ્સ કમેન્ટ્સ પણ રમતા જોવા મળે છે. પરંતુ હાલમાં ઋતિક અને સબાનો એક વીડિયો સામે આવ્યો છે અને આ વીડિયો જોઈને ફેન્સની અને તમારી આંખો પણ પહોળી થઈ જશે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)


ઋતિક અને સબાનો મુંબઈ એરપોર્ટ પર કારમાં કરેલી લિપ લોક કિસનો વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ પહેલી વખત છે કે કપલ આ રીતે એકબીજાને જાહેરમાં કિસ કરતું જોવા મળ્યું હતું. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ વીડિયો બાદ યુઝર્સ જાત જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઋતિક અને સબા એક રેસ્ટોરાંમાં સાથે ડિનર કરતાં જોવા મળ્યા અને ત્યારથી જ બી-ટાઉનમાં આ કપલની ચર્ચા ચાલુ થઈ ગઈ હતી. પહેલાં ચોરી ચોરી આ બંને જણ એકબીજાને મળતાં હતા, પરંતુ હવે આ કપલે પોતાની રિલેશનશિપને જાહેર કરવાનું શરૂ કરી દીધું છે. કરણ જોહરના 50મા બર્થડે પર જ્યારે ઋતિક રોશન સબાને લઈને પાર્ટીમાં પહોંચ્યો તો ત્યારે બધા ચોંકી ઉઠ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular