બોલીવૂડનો ગ્રીક ગોડ ગણાતો રીતિક રોશન તેની પ્રોફેશલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહેતો હોય છે અને એમાં સબા આઝાદ સાથેના તેના રિલેશનશિપને કારણે તો ખાસ. બધા જ જાણે છે કે રીતિક અને સબા એકબીજાને ડેટ કરી રહ્યા છે અને હવે આ બધી ચર્ચાઓ વચ્ચે રીતિક રોશન સબા સાથે આ જ વર્ષે લગ્ન કરી લેવાનો છે એવા સમાચાર પણ સાંભળવા મળી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બંને જણે સાથે મળીને થોડાક દિવસ પહેલાં જ જૂહુ વર્સોવા લિંક રોડ ખાતે એક આલિશાન ઘર પણ ખરીદ્યું હોવાનું કહેવાઈ રહ્યો છે. સબા અનેક વખત રોશન પરિવાર સાથે પણ જોવા મળતી હોય છે. ન્યુ યરના સેલિબ્રેશન માટે પણ સબા અને રીતિક સાથે જ ફોરેન ટ્રીપ પર ગયા હતા અને ત્યાર બાદ કરણ જોહરની પાર્ટીમાં પણ રીતિક સબાને જ લઈને પહોંચ્યો હતો.
જોકે, બંનેમાંથી કોઈ પણ પોતાની આ રિલેશનશિપ વિશે સત્તાવાર ખુલીને કંઈ બોલતા નથી, પણ છાશવારે મુંબઈમાં પાર્ટી કે રેસ્ટોરન્ટ કે ઈવેન્ટ્સમાં બંને જણ સાથે જ સ્પોટ થતાં હોય છે.
હાલમાં સોશિયલ મીડિયા પર એક ટ્વીટ ખૂબ જ વાઈરલ થઈ રહ્યુ છે અને આ ટ્વીટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 2023માં સબ અને રીતિક રોશન લગ્ન કરવાના છે. આ ટ્વીટ પર અત્યાર સુધી અનેક કમેન્ટ્સ અને લાઈક્સ આવી ચૂક્યા છે ખરેખર બંને જણ 2023માં લગ્ન કરશે કે કેમ એ બાબતની ચર્ચા સોશિયલ મીડિયા પર જોરશોરથી થઈ રહી છે.
રીતિક પહેલાં સબા આઝાદ એક મોટા એક્ટરના છોકરાને ડેટ કરી રહી હતી. બંને જણ એકબીજાની પોસ્ટ પર લાઈક્સ અને કમેન્ટ્સ કરતાં જોવા મળે છે. પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો રીતિક રોશન ટૂંક સમયમાં જ ફાઈટર ફિલ્મમાં કામ કરતો જોવા મળશે, આ ફિલ્મમાં તેની સાથે દીપિકા પદૂકોણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
Wedding Bells: 2023માં લગ્ન કરી લેશે આ પ્રેમી પંખીડાઓ?
RELATED ARTICLES