Homeઆમચી મુંબઈછત્રપતિ શિવાજીનું અપમાન સહન કરનારા બેલગામના મરાઠીઓને ન્યાય ક્યાંથી આપશે: રાઉત

છત્રપતિ શિવાજીનું અપમાન સહન કરનારા બેલગામના મરાઠીઓને ન્યાય ક્યાંથી આપશે: રાઉત

મુંબઈ: શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષના સંસદસભ્ય સંજય રાઉતે મંગળવારે દિલ્હીમાં એવો સવાલ કર્યો હતો કે જે લોકો છત્રપતિ શિવાજી મહારાજનું મહારાષ્ટ્રમાં થતું અપમાન સહન કરી શકે છે તેઓ બેલગામ અને અન્ય સરહદી ગામોમાં મરાઠીભાષી લોકોને ન્યાય ક્યાંથી અપાવી શકશે?
મની લોન્ડરિંગ કેસમાં જામીન મળ્યા બાદ પહેલી વખત દિલ્હીની મુલાકાતે આવેલા સંજય રાઉતે એવો પણ સવાલ કર્યો હતો કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને ભાજપના પ્રધાન ચંદ્રકાંત પાટીલે કર્ણાટકમાં આવેલા બેલગામની મુલાકાત કેટલી વખત લીધી છે?
અહીં ઉલ્લેખનીય છે કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સરહદી વિવાદના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે.
રાઉતે એવી માગણી કરી હતી કે એકનાથ શિંદે અને વડાપ્રધાન વચ્ચે થનારી વાતો જાહેર થવી જોઈએ. ચંદ્રકાંત પાટીલ કે એકનાથ શિંદે ક્યારેય બેલગામની મુલાકાતે ગયા નથી. કર્ણાટકના મુખ્ય પ્રધાનને સરહદી વિસ્તારના મરાઠી ભાષી યુવાનો સામે નોંધવામાં આવેલા ખોટા ગુના પાછા ખેંચવા જણાવવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular