Homeઆપણું ગુજરાતધર્મ સંસદમાં માત્ર બે મિનિટમાં સ્વામી વિવેકાનંદે લોકોને મંત્રમુગ્ધ કરી દીધાઃ જાણો...

ધર્મ સંસદમાં માત્ર બે મિનિટમાં સ્વામી વિવેકાનંદે લોકોને મંત્રમુગ્ધ કરી દીધાઃ જાણો શું કહ્યું તેમણે

વિશ્વભરમાં હિન્દુ સંસ્કૃતિનો ડંકો વગાડનાર સ્વામી વિવેકાનંદ સન 1863માં શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદમાં ભાગ લેવા ગયા હતા. આ વિશ્વધર્મ સંસદમાં વિશ્વના અનેક દેશોના લોકો પોતાના દેશના ધર્મની વાત કરવા માટે એકત્ર થયા હતા. વિવેકાનંદ તો ભગવા વેશ ધારી સાધુના વેશમાં કાયમ જોવા મળતા. વિદેશની આ ધરતીમાં વિવેકાનંદનો પહેરવેશ જોઇને લોકો એક બાવા તરીકે અને એક ભિક્ષુક તરીકે જોતા. યુવાનો તો પાછળથી કપડા ખેંચીને મશ્કરી પણ કરતા, પરંતુ વિવેકાનંદ સહેજ પણ વ્યથિત થયા વગર ખૂબ જ સંયમપૂર્વક વર્તતા હતા. વિશ્વ ધર્મ સંસદમાં જ્યારે તેમને હિન્દુ ધર્મની વાત મુકવાની હતી, ત્યારે તેમને ફક્ત બે મિનિટનો સમય આપવામાં આવ્યો. વિવેકનંદની જગ્યાએ જો કોઈ બીજું હોત તો કદાચ આ ધર્મ ચર્ચામાં ભાગ લેવાનું ટાળી દેત, કારણ કે બે મિનિટમાં ધર્મ વિશેની વાત શું રજૂ કરી શકાય ? પરંતુ વિવેકાનંદ તો અડગ શ્રદ્ધા, વિશ્વાસ અને મનોબળ ધરાવનાર વ્યક્તિ હતા.
સહેજ પણ નિરાશ થયા વગર જ્યારે પોતાનો વારો આવ્યો, ત્યારે ઊભા થઈને સંબોધન કર્યું. ‘માય ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ! આ સંબોધન સાંભળતા સાથે જ હજારોની સંખ્યામાં એકત્ર થયેલ લોકોની તાળીઓના ગડગડાટથી આખો હોલ ગુંજી ઊઠ્યો. તેમને ફક્ત બે મિનિટનો સમય બોલવા માટે  આપી હતી, પણ બે મિનિટ તો આ તાલીઓ પાડવામાં જ પસાર થઈ ગઈ હતી! સમગ્ર ઓડિયન્સ સ્તબ્ધ થઈ ગયું હતુ સૌકોઈ તેમનાથી અભિભૂત થઈ ગયા હતા. કાયમને માટે ‘લેડીઝ એન્ડ જેન્ટલમેન’ જેવા સંબોધન સાંભળવા ટેવાયેલ આ ઓડિયન્સને જ્યારે ‘માય ડિયર બ્રધર એન્ડ સિસ્ટર’ કહેવામાં આવ્યું, ત્યારે એ સૌ આત્મીયતાભર્યા શબ્દોથી વિવેકાનંદથી અભિભૂત થઈ ગયા. ત્યાર પછી તો વિવેકાનંદનું ભાષણ સાંભળવા લોકો તલ્લીન થઈ ગયા. હજારોની મેદની હોવા છતાં પણ ટાંચણી પડે તો પણ સંભળાય તેટલી શાંતિ છવાઈ ગઈ.
ત્યાર બાદ વિવેકાનંદ ઘણો સમય અમેરિકામાં રહ્યા. આ સમય દરમિયાન તેમના પ્રવચનો સતત ચાલતા રહેતા. તેમની વાણી, વિદ્વતા અને રજૂઆતથી લોકો હિપ્નોટાઈઝ થઈ જતા. અલબત્ત, વિવેકાનંદ જ્યારે તેમનું ભાષણ પૂરું કરીને બહાર નીકળે એટલે લોકો તેમની પાછળ પાછળ દોડતા જતા. સ્વામી વિવેકાનંદનો આજે જન્મદિવસ છે. બારમી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિવેકાનંદ માત્ર 39 વર્ષ જેટલું ખૂબ જ ટૂંકું જીવન જીવ્યા હતા તેમ છતાં વિરાટ અને આભને આંબે એવું કામ તેઓ કરી ગયા. ખાસ કરીને ભારતીય ધર્મ અને સંસ્કૃતિને વિશ્વમાં ઓળખ આપવાનું સવિશેષ કામ જો કોઈએ કર્યું હોય તો તેમાં વિવેકાનંદે કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular