હોળી રંગોનો તહેવાર છે. હોળી રમ્યા પછી લોકો સામાન્યત ભાંગનું સેવન કરતા હોય છે. ભાંગ નોર્મલ માત્રામાં પીઓ તો કોઇ વાંધો નથી, પણ ક્યારેક લોકો વધારે માત્રામાં ભાંગનું સેવન કરી લેતા હોય છે, જેને કારણે તેમને નશો ચઢી જાય છે. ભાંગનો નશો ઉતારવાના કેટલાક ઉપાયો આપણે જોઇએ. આ ઉપાયો અજમાવી તમે પણ ભાંગના નશાથી ચપટીમાં છૂટકારો મેળવી શકશો.
1. ખટાશનું સેવન એ ભાંગથી છુટકારો મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે. આ માટે તમે નારંગી, લીંબુ, છાશ, દહીં અથવા આમલીની પેસ્ટ બનાવીને તેનું સેવન કરી શકો છો.
2. જો તમે ભાંગના નશામાંથી છુટકારો મેળવવા માટે આદુના પાઉડરનું થોડુંક સેવન કરશો તો તમને તેનો તરત ફાયદો મળશે.
3. ઘણા લોકો ભાંગના ઈલાજ તરીકે ઘીના સેવનનો પણ ઉપયોગ કરે છે. આ માટે શુદ્ધ દેશી ઘીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું ખૂબ જ જરૂરી છે, જેથી ભાંગના નશામાંથી છૂટકારો મેળવવામાં સરળતા રહે.
4. જો ભાંગનો નશઓ ખૂબ ચઢી ગયો હોય, તો તુવેર/અડદની કાચી દાળને પીસીને તેને પાણીમાં ઓગાળીને તેનું સેવન કરો.
5. જો તમે ભાંગનું વધુ સેવન ન કર્યું હોય તો શેકેલા ચણા ખાવાથી તેનો નશો ઉતરી જાય છે. બસ એ વાતનું ધ્યાન રાખો કે કોઈપણ મીઠી વસ્તુનું સેવન ન કરો.
6. હોળીના દિવસે જો તમે ભાંગનું સેવન કર્યું હોય તો નારિયેળ પાણીનું સેવન કરો, તેનાથી ભાંગનો નશો ઓછો થઈ જશે, કારણ કે નારિયેળ પાણી એ મિનરલ્સ અને ઈલેક્ટ્રોલાઈટ્સનો ખજાનો છે જે શરીરમાં એનર્જી વધારવાનું કામ કરે છે.
7. આ સિવાય સરસવના તેલને હળવા હાથે મિક્સ કરીને સંબંધિત વ્યક્તિના કાનમાં લગાવો. સરસવના તેલના એક-બે ટીપા બંને કાનમાં નાખો. નિઃશંકપણે, આ બધા ઉપાયોથી ભાંગનો નશો દૂર થઈ જશે.