બેન્કો આવતા મહિને એટલે જે જૂન મહિનામાં કુલ 12 દિવસ માટે બંધ રહે વાની છે એટલે જો તમે પણ 2000ની નોટ બદલવા માટે આ સમયગાળા દરમિયાન બેન્કમાં જવાનું વિચારી રહ્યા હોવ, તો પહેલા બેન્ક હોલીડેના લિસ્ટ પર એક નજર કરી લો… બેન્કમાં દર બીજા અને ચોથા શનિવારે રજા હોય છે. આમ તો હવે બેન્કને લગતા મોટા ભાગના કામ ઓનલાઈન જ થાય છે. પરંતુ હજુ પણ ખાતું ખોલાવવું, ચેક સંબંધિત કામ અને એવા બીજા અનેક કામ છે કે જેના માટે બેન્કની બ્રાન્ચમાં જવું જરૂરી છે.
બેન્ક જતા પહેલાં તમારે જૂન 2023 માં બેંકની રજાઓ વિશે જાણી લેવું ખૂબ જ આવશ્યક છે. એવું ન થાય કે તમે બેન્ક જાઓ અને રજાને કારણે બેન્ક બંધ હોય. આ મહિને એટલે કે જૂનમાં વિવિધ ઝોનમાં કુલ 12 દિવસ બેન્ક બંધ રહેશે. અઠવાડિયાના દરેક રવિવાર ઉપરાંત બીજા અને ચોથા શનિવારનો પણ સમાવેશ થાય છે. 24, 25, 26 જૂન અને 28, 29, 30 જૂને પણ લોંગ વીકએન્ડ આવી રહ્યું છે. ચાલો જાણીએ કે જૂન મહિનામાં બેન્ક કયારે ક્યારે બંધ રહેશે…
આ રહી બેન્ક હોલીડેની યાદી…
- 4થી જૂન, 2023- રવિવારની સાપ્તાહિક રજાના
- 10મી જૂન, 2023- બીજા શનિવારના કારણે બેન્કમાં રજા રહેશે.
- 11મી જૂન, 2023- રવિવારના કારણે બેન્કમાં રજા રહેશે.
- 15મી જૂન 2023- મિઝોરમ અને ઓડિશામાં રાજા સંક્રાંતિ અને YMA દિવસની ઉજવણી કરવામાં આવશે એટલે બેન્કો બંધ રહેશે.
- 18મી જૂન 2023- રવિવારના કારણે બેન્ક બંધ રહેશે.
- 20મી જૂન 2023- રથયાત્રાને કારણે મણિપુર અને ઓડિશામાં બેન્ક હોલીડે રહેશે.
- 24મી જૂન, 2023- ચોથા શનિવારના કારણે બેન્કોમાં રજા રહેશે.
- 25મી જૂન 2023- રવિવારના કારણે બેન્કો બંધ રહેશે.
- 26મી જૂન 2023- ખર્ચી પૂજાને કારણે માત્ર ત્રિપુરામાં જ બેન્કો બંધ રહેશે.
- 28મી જૂન 2023- મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર અને કેરળમાં બકરી ઈદના કારણે બેન્કો બંધ રહેશે.
- 29મી જૂન, 2023- બકરી ઈદના કારણે દેશભરમાં બેન્ક બંધ રહેશે.
- 30મી જૂન, 2023- રીમા ઈદ ઉલ અઝહાના કારણે મિઝોરમ અને ઓડિશામાં બેન્કમાં રજા રહેશે.