એકલતાની કોઈ ઉંમર નથી હોતી અને કોઈ સ્ટેટસ પણ નથી હોતું. અમીર પરિવારના આલિશાન બંગલામાં રહેતા લોકો હોય કે ઝૂપડીમાં રહેતા લોકો હોય એકલતા કોઈને પણ ખોળે બેસી જતી હોય છે. આજના સોશિયલ મીડિયાના જમાનામાં એકલતા ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. ઈન્સ્ટાગ્રામ પર હજારો ફોલોઅર્સ અને ચાહકો ધરાવતા ઈન્ફ્યૂએન્સરને આ એકલતા ગૂંગળાવી શકે છે. એકલતા એ ખૂબ જ ભયાનક મનોસ્થિતિ છે અને આ મુદ્દે કોઈ ચર્ચા કરવા તૈયાર નથી થતાં, પરંતુ આખી જનરેશન એકલતાને ફીલ કરે છે. એ ક્રોધ, શોક કે હવસની જેમ ચહેરા પર નરી આંખે નથી દેખાતી. કોઈના મનમાં ડોકિયુ કરી શકીએ અને જાણી શકીએ કે તેના મનમાં શું ચાલી રહ્યું એ એવું કોઈ માઈક્રોસ્કોપ પણ નથી શોધાયું. જો શોધ થઈ પણ હોત તોય આજની દોડધામવાળી જિંદગીમાં સમય કોની પાસે છે?

એકલતાને દૂર કરવાના ઉપાય

સોશિયલ મીડિયાથી અંતર જાળવો
પોતાની જાતને વ્યસ્ત રાખો
તમને ગમતી પ્રવૃત્તિ કરો
નજીકના મિત્રો સાથે તમામ વાતો શેર કરો
ભૂતકાળને ભૂલાવવાની કોશિશ કરો અને વર્તમાનમાં જીવો
સામાજિક પ્રવૃતિ કરવાની કોશિશ કરો

Google search engine