ખાધા પછી માત્ર 5 મિનિટ કરો આ કામ, ડાયાબિટીસ નિયંત્રણમાં રહેશે

સ્પેશિયલ ફિચર્સ

ડાયાબિટીસ એ એક રોગ છે જેનાથી મોટાભાગના લોકો લડી રહ્યા છે. માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની અડધાથી વધુ વસ્તી ડાયાબિટીસ જેવી બીમારીથી પીડિત છે. અત્યાર સુધી ડાયાબિટીસની કોઈ ચોક્કસ સારવાર મળી નથી. જો ડાયાબિટીસની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો ડાયાબિટીસ શરીરમાં અન્ય રોગોનું કારણ બને છે. ડાયાબિટીસના રોગમાં વ્યક્તિએ પોતાના ખાનપાનનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. તેણે યોગ્ય સમયે ખાવું જોઈએ. વ્યક્તિએ એવા ફળો અને શાકભાજીથી દૂર રહેવું જોઈએ, જેમાં ખાંડની માત્રા વધુ હોય.

સામાન્ય રીતે જ્યારે શરીરમાં ગ્લુકોઝનું સ્તર ખૂબ વધી જાય ત્યારે ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરવો પડે છે. ઇન્સ્યુલિન આને સંતુલિત કરવામાં ઘણી મદદ કરે છે. ઇન્સ્યુલિન એ સ્વાદુપિંડમાંથી મુક્ત થતો હોર્મોન છે, જે લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તાજેતરના એક અભ્યાસમાં એ વાત સામે આવી છે કે જમ્યા પછી હળવું ચાલવાથી બ્લડ સુગરનું પ્રમાણ ઘટી શકે છે.

એક નવા સંશોધનમાં ખુલાસો થયો છે કે જમ્યા પછી થોડીવાર ચાલવાથી બ્લડ શુગર લેવલ ઘટી શકે છે. સંશોધકોએ સૂચવ્યું કે લંચ અથવા રાત્રિભોજન કર્યા પછી બેસવા અથવા સૂવાને બદલે, 2 થી 5 મિનિટ હળવા ચાલવાથી બ્લડ સુગર લેવલમાં સુધારો થઈ શકે છે. આ સિવાય જો તમે જમ્યા પછી થોડી વાર ઉભા રહો તો પણ બ્લડ શુગર લેવલ ઘટી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.