તમારા ઘરમાં આવતું દૂધ અસલી છે કે ભેળસેળવાળું, આ રીતે ચેક કરી શકાશે

સ્પેશિયલ ફિચર્સ

દેશભરમાં ખાધ પદાર્થોમાં ભેળસેળની સમસ્યા ઘણી વધી ગઇ છે, જે આરોગ્ય સામે ગંભીર જોખમ ઊભું કરે છે. બજારમાં મળતી લગભગ મોટાભાગની ખાદ્ય ચીજવસ્તુઓમાં મોટાપાયે ભેળસેળ, મિલાવટ જોવા મળે છે. ફૂડ અને ડ્રગ ખાતા દ્વારા સમયાંતરે અને ખાસ કરીને તહેવારો દરમ્યાન બજારોમાંથી આવા ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવતા હોય છે. નકલી ખાદ્ય પદાર્થોના કૌંભાંડો દિન પ્રતિદિન બહાર આવતા હોય છે. તેવામાં ભાવનગરની એક કોલેજે ઘરમાં રોજિંદા વપરાશમાં લેવામાં આવતું દૂધ અસલી છે કે ભેળસેળવાળુ તે શોધવા માટે સરળ રીત વિકસાવી છે. આ માટે આયોડીનના માધ્યમથી એક એવું સોલ્યુશન બનાવવામાં આવ્યું છે, જેનું એક જ ટીપું દૂધમાં મિકસ કરવાથી નકલી દૂધનો કલર બદલાય જાય છે, મિશ્રણ બાદ દૂધ વાદળી કે આછો ભૂરો કલર પકડે તો તે નકલી દૂધ હોવાની પૂરેપુરી સંભાવના છે. જ્યારે આ સોલ્યુશનનું ટીપું દૂધમાં મિકસ કરવાથી અસલી દૂધના રંગમાં કોઈ ફેરફાર થતો નથી.
જીવન જરૂરિયાતના રોજિંદા વપરાશમાં લેવાતાં દૂધમાં આવા પરીક્ષણ કરવાની તાતી જરૂરિયાત હતી. હવે આ સોલ્યુશનના માધ્યમથી સામાન્ય લોકો ઓછા ખર્ચે ઘરે બેઠા પણ દૂધની ચકાસણી કરી શકશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.