હર હર શંભુ/ આજથી શ્રાવણ માસની શરૂઆત! ભોળાનાથને રાજી કરવા કરો આટલું, મનોકામના થશે પૂરી

સ્પેશિયલ ફિચર્સ

ભોળેનાથને પ્રસન્ન કરવા માટે કોઇ વિશેષ પકવાન અથવા તો દુર્લભ વસ્તુઓની આવશ્યકતા નથી હોતી, પરંતુ સરળતાથી તમામ સ્થળો પર મળતી સામાન્ય વસ્તુઓ અર્પિત કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. એવામાં ભોળેનાથને પ્રસન્ન કરવા માટે જ તમે રાશિ અનુસાર વસ્તુઓની પસંદગી કરશો તો શિવજી પ્રસન્ન થઇ જશે.

મેષ રાશિના જાતકોએ ભગવાન ભોળેનાથને પ્રસન્ન કરવા માટે મધ અને દુધ મિશ્ર કરીને અભિષેક કરવો જોઇએ. આ જાતકોએ નાગેશ્વરાય નમ:નો જાપ કરવો જોઇએ, આ રીતે પૂજા કરવાથી વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થાય છે અને તેમણે કરેલો પુરુષાર્થ સાર્થક નીવડે છે. આનાથી આર્થિક બાબતોમાં પણ પ્રગતિ થાય છે.

વૃષભ રાશિના જાતકો જો દહીંથી શિવજીનો અભિષેક કરે તો તેમને ઘણું શુભ ફળ મળે છે. આ સાથે જ ભગવાન શિવની સ્તુતિ પણ કરવી.

મિથુન રાશિના જાતકોએ શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઇએ. તેનાથી અજ્ઞાન ભય અને ક્રોધમાંથી મુક્તિ મળશે. કામકાજના સ્થળે અધિકારીઓ તરફથી સારો સહયોગ મળશે. ભગવાન શિવને ધતુરો અને ભાંગ ચડાવવા. સાથે શિવજીના પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય”નો જાપ કરવો.

કર્ક રાશિના જાતકોને દરરોજ ઘીથી ભોળેનાથનો અભિષેક કરવો જોઇએ. આ સાથે જ ઓમ નમ: શિવાયના મંત્રનો 108 વખત જાપ કરવો જોઇએ. શિક્ષણના કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થશે.

સિંહ રાશિના જાતકોને શિવ ચાલીસાનો પાઠ કરવાથી સારો ફાયદો થશે. આ સિવાય જાતકોએ મહામૃત્યુંજય મંત્રનો 108 વખત જાપ કરો, જેનાથી તમામ મનોકામનાઓ પૂરી થશે.

કન્યા રાશિના શિવભક્તોએ ભગવાન શિવને બિલ્વપત્ર, ધતુરો, ભાંગ વગેરે ચડાવવા જોઇએ અને પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય”નો જાપ કરવો.

તુલા રાશિના જાતકોએ ભગવાન શિવને કેસર મિશ્રિત મીઠાઈનો ભોગ ચડાવવો જોઇએ

વૃશ્ચિક રાશિના જાતકોએ પંચામૃતથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. તેનાથી શિક્ષણ ક્ષેત્રે કરેલો પરિશ્રમ સાર્થક નીવડશે.

ધન રાશિના જાતકોએ કેસર મિશ્રિત દુધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. સાથે જ ભગવાના શિવના પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય”નો જાપ કરવો.

મકર રાશિના જાતકોએ તલના તલથી શિવજીનો અભિષેક કરવો જોઇએ જેથી ભૌતિક સુખ-સપંત્તિમાં વધારો થશે.

કુંભ રાશિના જાતકોએ સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન નાળીયેરનું પાણી, શેરડીનો રસ, સરસવના તેલથી શિવજીનો અભિષેક કરવો અને શિવાષ્ટકનો પાઠ કરવો જોઇએ.

મીન રાશિના જાતકોએ પાણીમાં કેસરનું મિશ્રણ કરીને ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.