કર્ક રાશિમાં સૂર્ય ગોચર, આ રાશિઓને ભરપૂર ફાયદો કરાવશે

સ્પેશિયલ ફિચર્સ

જ્યોતિષમાં, સૂર્યને ખૂબ જ શક્તિશાળી અને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય કર્ક રાશિમાં આવી ગયો છે. હવે 17 ઓગસ્ટ સુધી સૂર્ય આ રાશિમાં રહેશે. આ રાશિમાં બુધના હોવાથી બુધાદિત્યનો શુભ યોગ પણ બની રહ્યો છે. સૂર્યના કર્ક રાશિમાં આવી જવાથી હવે વરસાદની ઋતુ પૂરબહારમાં રહેશે. સૂર્યની આ સ્થિતિ રાજનૈતિક, આર્થિક અને સામાજિક દૃષ્ટિએ બધાને પ્રભાવિત કરશે.
આ સૂર્ય ગોચરના કારણે તમામ 12 રાશિઓમાં પરિવર્તન જોવા મળશે. સૂર્ય કર્ક રાશિમાં હોવાથી આ સમયને કર્ક સંક્રાંતિ કહેવામાં આવે છે. કર્ક સંક્રાંતિના સમયમાં સ્નાન અને દાનનું વિશેષ મહત્વ છે. ચાલો જાણીએ કર્ક રાશિમાં સૂર્યના સંક્રમણથી કઈ રાશિને સૌથી વધુ ફાયદો થવાની સંભાવના છે.
જ્યોતિષાચાર્યોના જણાવ્યા મુજબ કર્ક રાશિમાં સૂર્યના આવવાથી શેરબજારમાં મંદી સાથે વેપારની ગતિ થોડી ધીમી પડશે. જુલાઈના છેલ્લાં દિવસોમાં બુધની સ્થિતિ સારી હોવાથી આંતરરાષ્ટ્રીય વેપારમાં વધારા સાથે શેરબજારમાં તેજીની શક્યતા રહેશે.
વૃષભ, કન્યા, તુલા, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ રાશિના લોકોને વેપારમાં પૈસા આવવાની આશા છે. નોકરીયાત લોકોની આવકમાં વધારો થવાથી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. ઇચ્છિત સ્થળે ફરવા જવાના યોગ બને. વિદેશથી ધનલાભ મળી શકે. ઉચ્ચ શિક્ષણની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે. ઘરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થાય. શત્રુનો નાશ થાય. સમાજમાં માન-સન્માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. પારિવારિક મામલે પણ સમય સારો રહેશે.
સૂર્ય કર્ક રાશિમાં જવાથી મેષ, સિંહ, મિથુન અને ધન રાશિના લોકોની મુશ્કેલી વધી શકે છે. તેમના કામકાજમાં બાધા આવી શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઇ શકે છે. શેર-સટ્ટામાં નુક્સાની ભોગવવાનો વારો આવે. નોકરી-ધંધામાં પરેશાનીઓ આવે. સાથી, પરિવારના લોકો જોડે બોલાચાલી થાય. આ સમયે કોઇ પાસેથી ઉધારી લેવી નહીં.
આ સમય કર્ક, મીન અને મકર રાશિના લોકો માટે સામાન્ય રહેશે. ધનલાભ થશે તો સામે ખર્ચ પણ વધશે. નોકરીમાં બઢતી મળશે તો કામકાજના સ્થળે વાદવિવાદમાં પણ ઉતરવું પડે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.