રિઝર્વ બેન્ક વ્યાજદરમાં કેટલો વધારો કરશે?

શેરબજાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ) શુક્રવારે પોલિસી રેટને કોરોના રોગચાળા પૂર્વના સ્તરે ધકેલશે, એવી અટકળોેને કારણે બજારનું માનસ ડહોળાયું છે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ મોનેટરી પોલિસી કમિટી (એમપીસી) ફરી એકવાર દરોમાં ૫ચાસ બેસિસ પોઈન્ટનો વધારો કરશે તેવી ધારણા વ્યક્ત કરી રહ્યાં છે.
શેરબજારમાં જોવા મળેલી અફડાતફડી પાછળ પણ આ એક મહત્વનું કારણ હતું. સેન્સેક્સ અને નિફ્ટી જોકે આજે સાધારણ ઘટાડા સાથે બંધ થયાં છે. બ્લૂમબર્ગ દ્વારા હાથ ધરાયેલા સર્વેક્ષણ અનુસાર ૨૭માંથી ૧૩ અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે તેઓ ૫૦ બેસિસ પોઈન્ટના વધારાની અપેક્ષા રાખે છે, જે રેપો રેટને ૫.૪૦ ટકા સુધી લઈ જશે. આ સ્તર છેલ્લે ઓગસ્ટ ૨૦૧૯માં જોવા મળ્યું હતું.
એમપીસી શુક્રવારે તેની ત્રણ દિવસીય ચર્ચા સમાપ્ત કરશે અને શેરબજારની નજર રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ આગામી સમય માટે મોંઘવારી અને વધુ દર વધારા અંગે શું મંતવ્ય આપશે તેના પર મંડાયેલી રહેશે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.