એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ
અબજો રૂપિયાની ઠગાઈના કેસોમાં જેલમાં બંધ મહાઠગ સુકેશ ચંદ્રશેખરે થોડા સમય પહેલાં જેલમાં બંધ દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈન સામે ગંભીર આક્ષેપો કરેલા. હવે સુકેશે વધુ એક પત્ર લખીને મોટો ધડાકો કર્યો છે અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે ગંભીર આક્ષેપો છે. સુકેશે આ પત્રમાં કેજરીવાલ સામે ૫૦ કરોડ રૂપિયા લેવાનો આક્ષેપ કર્યો છે.તેના બદલામાં રાજ્યસભાની બેઠકની ઓફર કરી હોવાનો દાવો કર્યો છે.
સુકેશે થોડા સમય પહેલાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન સામે ગંભીર આક્ષેપ કર્યા હતા. સુકેશે દાવો કરેલો કે, પોતે ‘પ્રોટેક્શન મની’ રૂપમાં સત્યેન્દ્ર જૈનને ૧૦ કરોડ રૂપિયા આપ્યા હતા. સુકેશે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાને લખેલા પત્રમાં આક્ષેપ કરેલો કે પોતે સત્યેન્દ્ર જૈનને ૨૦૧૫થી ઓળખે છે અને જેલમાં સવલતો અપાવવાના બદલામાં કેજરીવાલ સરકારના જેલમાં બંધ મંત્રી સત્યેન્દ્ર જૈનને મેં ૧૦ કરોડ રૂપિયા આપ્યા હતા.
સુકેશે દાવો કર્યો હતો કે, પોતે આમ આદમી પાર્ટીને કુલ ૫૦ કરોડ રૂપિયા આપ્યા હતા અને તેના બદલામાં પાર્ટીએ તેને દક્ષિણ ભારતમાં પાર્ટીની મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવાનું વચન આપ્યું હતું. જેલમાં સત્યેન્દ્ર જૈન મને મળવા આવતા હતા. તેમણે મને પૂછ્યું હતું કે, મેં તેમને આપેલા પૈસા વિશે ઈડીને કંઈ કહ્યું તો નથી ને ? ૨૦૧૯માં સત્યેન્દ્ર જૈન મને ફરીથી મળવા આવ્યા ત્યારે તેના સેક્રેટરીએ મને કહેલું કે, જેલમાં સુરક્ષા અને સવલતો મેળવવા માટે મારે દર મહિને ૨ કરોડ રૂપિયા આપવા પડશે. મે તેનો ઈન્કાર કર્યો તો ૨-૩ મહિનાની અંદર જ મારા પર દબાણ કરીને ૧૦ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા. આ બધી રકમ કોલકાતામાં સત્યેન્દ્ર જૈનની નજીકના ચતુર્વેદી દ્વારા વસૂલવામાં આવી હતી. મેં સત્યેન્દ્ર જૈનને ૧૦ કરોડ રૂપિયા અને ડીજી જેલ સંદીપ ગોયલને ૧૨.૫૦ કરોડ રૂપિયા આપ્યા છે.
સુકેશના આક્ષેપોના જવાબમાં કેજરીવાલે તેને ઠગ ગણાવેલો. તેની સામે વળતો પ્રહાર કરીને સુકેશે મીડિયાને સંબોધીને પત્ર લખ્યો છે. ત્રણ પાનાના લેટરમાં સુકેશે લખ્યું છે કે, હું ઠગ છું તો કેજરીવાલ મહાઠગ છે. ૨૦૧૬માં એક ડિનર પાર્ટીમાં અરવિંદ કેજરીવાલ પણ આવ્યા હતા અને અમે મળ્યા હતા. તેમના આદેશથી મેં કૈલાસ ગેહલોતને અસોલાના એક ફાર્મ હાઉસમાં જઈને ૫૦ કરોડ રૂપિયા આપ્યા હતા. કૈલાસ હાલ કેજરીવાલ સરકારમાં પરિવહન મંત્રી છે. સુકેશનો દાવો છે કે, સત્યેન્દ્ર જૈન સામેના આક્ષેપો પછી તેને ધમકીઓ મળી રહી છે.
સુકેશના પત્રથી રાજકીય રીતે ગરમીનો માહોલ છે પણ તેની વાતોનો ભરોસો કરી શકાય તેમ નથી. સુકેશે જે હદે ઠગાઈઓ કરી છે ને જૂઠાણાં ચલાવ્યાં છે એ જોતાં તેની કોઈ વાત વિશ્ર્વાસપાત્ર કહેવાય જ નહીં. સુકેશે જે પણ લોકોને છેતર્યા તેમને સાવ જૂઠું બોલીને છેતર્યા છે. સુકેશના જેકલિન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહી ઉપરાંત વધુ ત્રણ એક્ટ્રેસ સાથે સંબધો હતા. આ સંબધો વિશે સુકેશ સાવ જૂઠું બોલ્યો હતો. ચાહત ખન્ના, નિક્કી તંબોલી અને અરૂષા પાટિલના પણ સુકેશ સાથે સંબંધ હોવાનો ધડાકો ઈડીની તપાસમાં થયો છે.
આ પાંચેય એક્ટ્રેસે સુકેશ પાસેથી મોંઘીદાટ ગિફ્ટ્સ લીધી હતી. ચાહત ખન્ના તો સુકેશને મળવા માટે તિહાર જેલ પણ ગઈ હતી. ચાહત અને સુકેશ વચ્ચે ૨૦૧૮થી સંબંધો હોવાનું કહેવાય છે. મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથેના કનેક્શન બદલ એક્ટ્રેસ જેકલિન ફર્નાન્ડિઝ અને નોરા ફતેહીની પણ ઈડી દ્વારા પૂછપરછ કરાઈ છે. આ સંબંધો અંગે પણ સુકેશ કદી સાચું બોલ્યો નથી એ જોતાં એ જરાય ભરોસાપાત્ર નથી.
ભાજપે સુકેશના આક્ષેપોને મોટો મુદ્દો બનાવ્યો છે. ભાજપનું કહેવું છે કે, સુકેશના આક્ષેપોએ કેજરીવાલનો અસલી ચહેરો લોકો સામે છતો કરી દીધો છે. ભાજપની વાત અત્યંત હાસ્યાસ્પદ છે અને આઘાતજનક પણ છે. ભાજપ રાજકીય ફાયદા માટે સુકેશ જેવા મહાઠગના પત્રનો ઉપયોગ કરી શકે છે ને છેલ્લે પાટલે જઈને બેસી શકે છે એ આઘાતજનક કહેવાય.
રાજકીય ફાયદા માટે ભાજપને લોકોને બેવકૂફ બનાવતાં પણ શરમ નથી આવતી એ જોઈને પણ આઘાત લાગે છે. ભાજપના નેતા લોકોને પોતાના જેવા મંદબુદ્ધિ સમજે છે તેથી આવી વાતો કરે છે. જે ધુતારાએ નરેન્દ્ર મોદી અને અમિત શાહના નામે લોકોને ઉલ્લુ બનાવીને લોકોને ધૂત્યા ને અબજોનો ચૂનો લગાવી દીધો એ ધુતારાની વાતને સાચી ગણાવવા ભાજપના નેતા ફાંફાં મારે છે એ શરમજનક કહેવાય.
મહાઠગ સુકેશ સામે ઠગાઈના બહુ બધા કેસ છે પણ સૌથી મોટો કેસ અદિતી સિંહ સાથે કરેલી ૨૦૦ કરોડની ઠગાઈનો છે. દિલ્હીની મંડોલી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખરને દેશની ટોચની ફાર્મા કંપની રેનબક્સીના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર સિંહ અને માલવિંદર સિંહને જેલમાંથી બહાર કઢાવવાની લાલચ આપી હતી. આ માટે શિવિન્દરસિંહનાં પત્ની સાથે ૨૦૦ કરોડથી વધુની ઠગાઈ કરી હતી. આ ઠગાઈ તેણે મોદી અને શાહના નામે કરી હતી.
સુકેશ અદિતીને અલગ અલગ સમયે પીએમઓનો અધિકારી અને ગૃહ મંત્રાલયનો અધિકારી બનીને મળતો હતો. મોદી અને શાહના નામે તેણે અદિતી પાસેથી ધીરે ધીરે ૨૦૦ કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. રસપ્રદ વાત એ છે કે, સુકેશે આ ઠગાઈ જેલમાં બેઠા બેઠા કરી હતી. તેની આ ઠગાઈમાં તિહાર જેલના અનેક અધિકારીઓ પણ સામેલ હતા. સુકેશ આ તમામને ઠગાઈની રકમમાંથી મોટો હિસ્સો આપતો હતો. અદિતીને પોતે છેતરાયાની ખબર પડતાં આપેલી ફરિયાદ પછી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સુકેશ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો. આ કેસમાં સુકેશની પત્ની લીના પોલ પણ આરોપી છે. સુકેશે આ રકમની હેરફેર ચેન્નઈની એક કંપની દ્વારા કરાવી હતી.
કેન્દ્રમાં ભાજપની સરકાર છે તેથી ભાજપ ઈચ્છે તો કેજરીવાલ સામેના આક્ષેપોની તપાસ કરાવીને સત્ય બહાર લાવી શકે પણ તપાસ વિના એક મહાઠગના આક્ષેપોના આધારે કોઈને બદનામ કરવા યોગ્ય નથી. આક્ષેપોના બદલે ભાજપ સરકારે તપાસ કરાવવી જોઈએ, સત્ય બહાર લાવવું જોઈએ. ઉ