ઉત્તરાખંડના ઔલી નજીક ભારતીય સેના અને અમેરિકી સેનાનાનો યુદ્ધાભ્યાસ શરૂ છે ત્યારે ભારતીય સેનાએ હવે પક્ષીઓને પણ ટ્રેનિંગ આપવાની શરૂઆત કરી છે. ભારતના હદમાં આવતા શત્રુના ડ્રોનને તોડી પાડવામાં આ પક્ષી મદદ કરશે. ડ્રોનની સહાયથી સીમા પર ડ્રગ્સ અને હથિયારની ગેરકાયદે લેવડદેવડ થાય છે અને છેલ્લાં એક વર્ષથી આ પ્રકારની ઘટનામાં વધારો થયો છે ત્યારે ભારતીય સૈન્યએ ગરુડને ટ્રેનિંગ આપવામાં આવી છે. ગરુડના માથે એક નાનો કેમેરા ફિટ કરવામાં આવ્યો છે, જેથી તેની તમામ હરકત પર નજર રાખવામાં આવી શકે.
ભારતીય સેનાએ આ ગરુડને ‘અર્જુન’ નામ આપ્યું છે.