ગાયને હિન્દુધર્મમાં માતાનો દરજ્જો આપવામા આવ્યો છે, પરંતુ તે દૂધ, ગોબર, ગૌમૂત્ર આપી સૌને સંતાનની જેમ પોષે છે. ત્યારે તેના મૃત્યુ બાદ તેની આવી હાલત તો કઈ રીતે કરી શકાય. આવી પવિત્ર ગાય સાથે કોઈ આટલું ક્રૂર કઈ રીતે થઈ શકે તેવો સવાલ થાય છે. આ સવાલ જુનાગઢમાં બહાર આવેલી એક ઘટનાને લીધે મનમાં ઉપજે છે. જુનાગઢમાં ગાયના ચામડાં ઉતારી તેને દફનાવવાના ગોરખધંધા ચાલતા હતા.
મૃત ગાયોનાં ચામડાં ઉતારીને દફનાવવાનું કૌભાંડ ખુદ ધારાસભ્ય સંજય કોરડિયાએ બહાર પાડ્યું. આજે આખો દિવસ આ વાત ટોક ઓફ ધ ટાઉન બની છે અને મનપાનાં એ અધિકારી સોશ્યલ મીડિયામાં ભારે ટ્રોલ થયા હતા. દરમ્યાન આ ચામડાં નવાગઢ ખાતે વેપાર કરતા એક શખ્સને વેચવામાં આવતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ મૃત ગાયોનાં ચામડાં ઉતારીને પછી દફનાવવામાં આવતું હોવાની અને તે મનપાના અધિકારીઓની મિલીભગત સિવાય શક્ય ન હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. ત્યારે આ મામલે લોકોમાં ભારે રોષની લાગણી છવાઇ ગઇ છે. આ ચામડું નવાગઢ ખાતે વેપાર કરતા એક વ્યક્તિને આ વેચવામાં આવતા હોવાની ચર્ચા એ પણ જોર પકડ્યું છે.
આ મામલે આવનારા દિવસોમાં કાનુની લડાઈ થવાના એંધાણ મળી રહ્યા છે. ગાય, ખુંટીયા કે વાછરડા જ્યારે મૃત્યુ પામે ત્યારે તેના મૃતદેહનો યોગ્ય નિકાલ કરવાની જેની જવાબદારી છે એવા મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીની બેદરકારી અથવા તો મિલીભગતના સામે જૂનાગઢવાસીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. તેમાં ચામડું ઉતારી લેનાર વ્યક્તિએ તો પોતાની વાત સ્વીકારી લીધી. પરંતુ આવી રીતે શહેરમાં મૃત્યુ પામતી ગૌમાતાના ચામડાને ઉતારી લેવાની સહમતી આપનાર અધિકારી કોણ એ પ્રશ્ન ઉઠ્યો છે.
બીજી બાજુ આ મામલે જાગૃત નાગરિક વિરલે રાજ્યના મુખ્ય પ્રધાનને તાત્કાલિક ઈમેલ મારફત ફરિયાદ કરી છે કે, જૂનાગઢમાં મહાનગર પાલિકાના ચોક્કસ અધિકારીની મિલીભગતથી મૃત ગૌમાતાના ચામડા ઉતારી તેનો વેપાર કરવામાં આવી રહ્યો હોવાનું મારી જાણમાં આવ્યું છે.
આ મામલો અત્યંત ગંભીર અને હિન્દુ સમાજની અસ્થાને ઠેસ પહોચાડનારો છે. આથી જવાબદાર અધિકારી અથવા મૃત ગાયનું ચામડું ઉતારવા માટે થતી કામગીરીમાં જે પણ સામેલ હોય તેની સામે ફરિયાદ દાખલ કરી જેલ ભેગા કરવામાં આવે તે જરૂરી છે.