Homeવીકએન્ડતમારે કેવી’ક ઠંડી પડે છે? પાક કે પેગ?

તમારે કેવી’ક ઠંડી પડે છે? પાક કે પેગ?

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

શિયાળાની આલબેલ પોકારાય ચૂકી છે. સામાન્ય માણસને ઠંડી લાગે બાકી રાજકારણમાં પડેલા હોય તે તો ચર્ચા કરી અને ગરમી મેળવી લે છે વળી પ્રચાર દરમિયાન ઠંડીનું “ટોનિક વહેંચાયું હોય તે રોજ ૧૫૦ ળહ લગાવી અને બહાર નીકળી શકે, પરંતુ તે પણ કેટલું ચાલે હવે વિધિવત ઠંડી શરૂ થઈ ગઈ છે.અને મતદાન પતી ગયા પછી કોઈપણ પક્ષના નેતા “ટોનિક વહેંચતા નથી. ચાદર નીચેથી આંગળી બહાર કાઢવાની ઈચ્છા ન થાય આખા શરીરની તો ક્યાં વાત કરવી? અધૂરામાં પૂરું છાપામાં વાંચ્યું છે કે આ વર્ષે ઠંડી રેકોર્ડ બ્રેક હશે વાંચતા વાંચતા જ સ્વેટર પહેર્યું હોવા છતાં લખલખું નીકળી ગયું. મુંબઈમાં હોત તો ‘નીટ ’ નામનો ધાબળો તાત્કાલિક ઓઢી લીધો હોત, ગુજરાતમાં મળે છે, પરંતુ તેના કરતાં ધાબળો થોડો સસ્તો પડે એટલે માંડી વાળ્યું.
પેટ્રોલ ડીઝલના ભાવ ને કારણે બહાર ઓછું નીકળવાનું હોય. એટલે ગયા વર્ષના (આમ તો આગલા પાંચ-સાત વર્ષના) સ્વેટર ટોપી મફલર ચાલે. તેમ છતાં ઉત્તમ કવોલિટીના સ્વેટર મફલરની ખરીદીના પ્લાન ગુજરાતી લોકો તો કરવા જ માંડે ભલે ખરીદે નહીં. કજ્ઞભસમજ્ઞૂક્ષ દરમિયાન ઘરે બેઠા બેઠા આમદાની વધી કે નહીં તેની ખબર નથી પરંતુ શરીરની સમૃદ્ધિ જરૂર વધી છે. એક વાર શરીર વધે પછી મોંઘવારીની જેમ ઘટતું નથી. એટલે શિયાળાની શરૂઆત થતાં જ જુના સ્વેટર કોટ મફલરનું પોટલું ખોલી માપવાનું શરૂ થયું એટલે બાપનું દીકરાને અને મોટાભાઈનું નાનાભાઈને ફીટ થયું બાપુજી હજુ સદરો પહેરી ઠંડીમાં સગડીની આજુ બાજુ હથેળી ઘસાતા સ્વેટર કે બંડીના જુગાડનો કીમિયો વિચારે છે. શિયાળાની કડકડતી ઠંડીમાં પહેરવું ઓઢવું ખાવું અને પીવું આટલું ધ્યાન રાખો એટલે શિયાળાનો બાપ પણ નડે નહીં.
શિયાળાના મજેદાર કિસ્સા સાંભળવા હોય તો તમારે ચુનીલાલના ઘરે એક ચક્કર મારવો પડશે.ચુનીલાલ ઠંડી પડવાની શરૂઆત થાય એટલે તમામ સભ્યોને ભેગા કરી મીટીંગ કરે કોને શું ખરીદી કરવાની છે, શિયાળાના કયા પકવાન કોણ બનાવશે, કોણ કસરત કરશે કોણ વહેલા ઉઠી મોર્નિંગ વોકમાં જશે, દરેક લોકો પોતપોતાના સંકલ્પો જાહેર કરે તેના પર ચર્ચા થાય અને ચર્ચા એટલી હદે ઉગ્ર થાય કે લોહી ગરમ થઈ જાય. બસ આ ગરમ લોહી શરીરમાં ફરતું થાય એટલે સ્વેટર કોટની જરૂર ના પડે આ સિદ્ધાંત પર આખો પરિવાર ચાલે. ચુનીયો આ વખતે મીટિંગમાં મને લઈ ગયો. આમ તો રોજેરોજ ભેગા થાય, પરંતુ આજની મીટીંગનો મુદ્દો હતો “શિયાળાના ગરમી આપતા વ્યંજનો શરૂઆત હંમેશા ચુનિયાથી થાય અને આમ પણ જેને રાંધતા ના આવડતું હોય તે સજેશન કરવામાં પાવરધો હોય. આ શિયાળામાં બજારમાં મળતી તલ સાંકળી, કચરિયું, શીંગ પાક, ચીકી ઉપરાંત અડદિયા, ગુંદરપાક, વસાણાથી ભરપૂર જુદા જુદા વ્યંજનોની ફરમાઈશ થવા માંડી. બધા પોતપોતાના તરફથી એક એક વાનગી બોલ્યા ચુનિયાએ એકસામટી ૪-૫ વાનગીઓના નામ જીકી દીધા. કઈ વસ્તુ પહેલા બનશે કોણ બનાવશે તેની ચર્ચાઓ શરૂ થઇ વાતાવરણમાં ગરમી ફેલાવવાની શરૂઆત થઇ ગઇ હતી તરત જ ચુનિયાના ઘરવાળાએ કહ્યું કે ‘આટલા બધા સજેશન કરો છો તો આ વખતે તમે બનાવો એટલે ખબર પડે કે ખાવી કેટલી સહેલી છે અને બનાવવી કેટલી અઘરી છે’. સામાન્ય રીતે ચુનિયો ક્યારેય ઉશ્કેરાટમાં આવી અને ભૂલ ના કરે, પરંતુ અચાનક થતા હુમલાઓ સારા સારા યોદ્ધાઓને પણ વિચલિત કરી દેતા હોય છે. તેવું જ ચુનિયાની બાબતમાં થયું ભાભીના આ એટેક સામે ઉગ્ર થઇ અને ચુનિયાએ ચેલેન્જ સ્વીકારી લીધી બોલતા બોલાઈ ગયું પછી મારી સામે જોયું બુઠ્ઠી તલવાર સાથે અદ્યતન શસ્ત્રોથી સજ્જ સૈન્ય સામે લડવાનો વખત આવી ગયો. મારું બાવડું ઝાલી અને મને બહાર લઇ ગયો અને માંડ્યો ખખડાવવા ‘મિલનભાઈ તમે તો કેવા માણસ છો, તમારે મને રોકી લેવો જોઈએ ને, હા શું કામ પાડવા દીધી’? ઉંદર પાંજરામાં આવી ગયો હતો બીજું કંઈ થઈ શકે તેમ ન હતું. આજે સવારના પહોરમાં લજ્ઞજ્ઞલહય દેવતાને નમસ્કાર કરી રસોડામાં ઘૂસી ગયો છે. કોઈને આવવાની મનાઈ છે સરકારનું કોઈ સિક્રેટ મિશન ચાલુ હોય તેવો માહોલ ચુનિયે ઊભો કર્યો છે. ુજ્ઞીિીંબય પરથી તલ સાંકળી, તલની ચીકી, તલના લાડુ કઈ રીતે બનાવવા તે શીખી અને મોઢે રાખ્યું. તાવડો મંડાયો તલ શેકાયા,ગોળ ગરમ થયો,બધી જ વિધિ પૂરી થઈ.લગભગ બે કલાકની કસરત પછી તલના લાડુ અને તલની ચીકી લોકો સમક્ષ પ્રસ્તુત થયા. ઘરના તમામ લોકોએ ફોટોસેશન પૂરું કર્યું.કોઈએ ફેસબુક વોટ્સએપ કે ઇન્સ્ટા પર સ્લોગન લખી લખી અને ફોટા અપલોડ કર્યા. ચુનિયાએ શિયાળામાં તલ
ખાવાથી થતા ફાયદાઓ અને તેમાં પણ ખાસ કરી અને ગોળમાં બનાવેલી ચીકી અને લાડુ આખો શિયાળો ખાધા પછી આઠ મહિના તેની અસર કઈ રીતે રહે તે એક કલાક સુધી પરિવારને સમજાવ્યું. પરિવારના તમામ સભ્યો તલની ચીકી અને લાડુ ખાવા તલપાપડ એટલે કે ઉતાવળા થયા હતા, પરંતુ હજુ ગઢના દરવાજા બંધ હતા. નકૂચા રૂપી ચુનિયો હટવાનું નામ લેતો ન હતો. પરિવારે તાત્કાલિક ફોન કરી અને મને બોલાવ્યો ગઢ ના દરવાજા ખોલવા માટે જેમ ઊંટિયાઓને પહેલી હરોળમાં દરવાજા આડે રાખી હાથી માથુ મારે અને ભલે ઊંટિયો મરી જાય પણ દરવાજો ખુલી જાય અને હાથીને નુકસાન ન થાય આ થિયરી પ્રમાણે ચુનિયાને મારે બહાર બોલાવી લેવાનો હતો, ત્યારબાદ પરિવાર તલની ચીકી અને લાડુ પણ તૂટી પડે આવું આયોજન હતું. ચુનિયાને મે બહાર બોલાવી માલ પરથી દબાણ દૂર પણ કર્યું ભાવ વિભોર પરિવાર મનોમન મારો આભાર માની તલના લાડુ પર તૂટી પડ્યો. આજુબાજુવાળા પાડોશીઓને પણ ખબર હતી એટલે તેઓ પણ કેમ છે કેમ નહીં કરવાના બહાને આવ્યા અને એક બે એક બે લાડુ લઈ ગયા.
. ચુનિયાને આખી વાતની ખબર પડી ગઈ અને મારી સાથે ધોખો કરવા લાગ્યો ‘ભલા માણસ તમે મારા મિત્ર થઈ અને મારી સાથે રમત રમી ગયા. આપણે જે વસ્તુ બનાવી હોય તેનું મહત્ત્વ શું છે તે પૂરું સમજાવવા પણ ન દીધું. લોકોને આપણી વસ્તુની કદર થાય તેવો માહોલ આપણે ઊભો કરવો જ જોઈએ’.આ બધી ચર્ચાઓ થતી હતી ત્યાં ઘરમાંથી રાડારાડ સંભળાઈ ચુનિયાની બૈરી દોડાદોડ બહાર આવી હાથમાં સાણસી હતી મને અને ચુનિયાને અંદર ગયા પછી ખબર પડી કે નાનકાએ નાનકડો લાડુ મોઢામાં મૂકી અને બટકું ભરવાનો પ્રયત્ન કર્યો તો બંને દાંત વચ્ચે નાનકડી દડી જેવડો લાડુ ચોટી ગયો હતો.ગઢની રાંગ પર જેમ ચંદન ઘો ચોટે પછી ઉખાડવાના પ્રયત્નમાં મરી જાય ત્યારે જ તે શક્ય બને તેવો ઘાટ ઘડાયો હતો.અમારે હવે એ પ્રયત્ન કરવાનો હતો કે બંને બાજુ ની દાઢ અને દાંત સચવાઈ રહે અને તલના લાડુનો ભોગ લેવાઈ જાય તો ઘીના ઠામમાં ઘી પડે. પાના પક્કડ, સાણસી, સ્ક્રૂડ્રાઈવર સહિતની આખી કીટ થકી પ્રયત્ન કર્યો.છેવટે મેં એક સુઝાવ આપ્યો કે સતત પાણીનો છંટકાવ તે લાડુ પર કરીએ અને ગોળ થોડોક ઢીલો પડે પછી બે દાઢ વડે ફરી પ્રયત્ન કરવો. ચૂંટણીનાં પ્રારંભિક પરિણામોના રૂઝાન આવતા હોય તે રીતે આ તો હજી પહેલો આ આઘાત હતો પડોશમાંથી તલની ચીકી લઈ ગયા હતા તેણે ફરિયાદ કરી કે જીભ પરથી ઉઘડતી નથી, અમારી બાજુમાં રહેતા બાપુએ ચાર પાંચ નાની સાઈઝની લાડુડી માગી મેં એમની હિંમતને દાદ આપી અને કહ્યું કે તમારા દાંત બહુ મજબૂત છે તો મને કહે ‘ચોકઠું આવી ગયું છે, પરંતુ હમણાં મારી મોટી બંધૂકમાં કારતૂસ ખાલી થઈ ગયા છે, લાડુડી હાથમાં લેતા જ મને ખબર પડી ગઈ કે નાના-મોટા શિકાર તો રાઈફલમાં લાડુડી ભરાવી અને ફોડીસ તો પણ ચાલશે દીવાલમાં કાણું પડી ગયું એટલે પાક્કું થયું હાલો દેખાડું’. પાડોશીના દીકરાએ તો મોટો લાડુ લઈ અને ક્રિકેટની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી. એક બે ઘરના પાળેલા કૂતરા રમકડું સમજી અને રમવા લાગ્યા છે. પરિસ્થિતિ પામી અને હું ત્યાંથી સરકવાની તૈયારી કરતો હતો ત્યાં જ ભાભીએ મને કહ્યું કે ‘આ તમારા ઘર માટે તલના લાડુ અને ચિક્કી લેતા જાવ’.જેમ ઘરમાં વિસ્ફોટક પદાર્થો પડ્યા હોય અને ખબર પડે કે પોલીસની રેડ પડવાની છે અને માલ સગેવગે કરવાનું હોય એમ ભાભી એ બે ત્રણ પેકેટ ભરી રાખેલા અને ભલામણ પણ કરી કે આ બીજા તમારા મિત્રોને આપજો.
તમારા ઘરમાં શિયાળાનો કોઈ પાક તૈયાર થયો કે નહીં? ઘરવાળાને બનાવવા દેજો તમે ડાહ્યા થતા નહીં, નહીં તો…..
વિચારવાયુ:

શિયાળાની ગુજરાતી બબુડાની પ્રપોઝ ઇસ્ટાઇલ..
બોય: હેય, હું શીંગ.. તું મારો ગોળ બનીશ? આપણે બંને મળી ચિકીફૂલ લાઇફ જીવીશું…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular