અમદાવાદ: ઓનલાઈન ગેમ પબજીનું ગાંડપણ કાશ્મીરના કિશોરને અમદાવાદ પહોંચાડી દીધો હતો. શ્રીનગરનો ધોરણ 10નો વિદ્યાર્થી ઓનલાઈન ગેમ રમતા રમતા તેના પાર્ટનરને શોધવા માટે ગુજરાતના અમદાવાદ ખાતે પહોંચી ગયો હતો. વિદ્યાર્થીનો પરિવાર આ બાબતથી તદન અજાણ હતો અને બાળક ગુમ થતા તેઓ ચિંતામાં પડી ગયા હતા.
ધોરણ 10માં ભણતો શ્રીનગરના આ વિદ્યાર્થીને પબજીની એવી લત લાગી ગઈ હતી અને કે કલાકો આ ઓનલાઈન ગેમ રમવામાં પસાર કરતો હતો . પોતાના ઓનલાઈન પાર્ટનરને મળવા તે પરિવારને કહ્યા વગર શ્રીનગરથી અમદાવાદ પહોંચી ગયો હતો. તેને નેપાળમાં તેના દાદા-દાદીને મળવા જવાનું હતું. બાળક ગુમ થતા પરિવારના સભ્યો ભારે ચિંતામાં મૂકાઈ ગયા હતા અને તેમણે શ્રીનગર પોલીસને આ અંગે જાણ કરી હતી. બાળકનું ઓનલાઈન લોકેશન ટ્રેક કરતા તે એમદાવાદમાં હોવાનું જાણવા મળ્યું હતું આથી શ્રીનગર પોલીસે કિશોરને શોધવા માટે અમદાવાદ પોલીસની મદદ માંગી હતી.
અમદાવાદ પોલીસ, રેલવે પોલીસ અને શ્રીનગર પોલીસે સાથે મળીને બાળકને અમદાવાદના સરસપુર વિસ્તારમાંથી આખરે આ વિદ્યાર્થીને શોધી કાઢ્યો હતો અને પરિવારને સોપ્યો હતો. આ વિદ્યાર્થી 6 માર્ચના રોજ કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. ધોરણ 10માં અભ્યાસ કરતો આ વિદ્યાર્થી પરીક્ષાની તૈયારી બાજુમાં મૂકી પબજી રમવામાં હંમેશા મશગુલ રહેતો હતો. આ કિસ્સો દરેક માતાપિતા માટે આંખ ઉઘાડનારો છે. બાળક શું રમી રહ્યો છે તે જોવું દરેક માતા-પિતાની ફરજ છે અને બને તો બાળકને ઓનલાઈન ગેમ રમાવું ટાળવાનું કે પછી મર્યાદિત સમય સુધી જ તેને આ પ્રકારની ગેમ રમવાની પરવાનગી આપો.
કાશ્મીરથી નીકળેલો કિશોર અમદાવાદ કઈ રીતે પહોંચ્યો?
RELATED ARTICLES