તરુણાવસ્થામાં ઉદ્ભવતાં આવેગો, આવેશો, આક્રમકતા, ક્રોધને કઈ રીતે કાબૂમાં રાખી શકાય?

લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી -શ્ર્વેતા જોષી-અંતાણી

‘અમારા વખતે તો રિસેસ દરમિયાન લગભગ દરરોજ કોઈ ને કોઈ વચ્ચે ઢિશૂમ-ઢિશૂમ થઈ જ જતું. એયય…ને પછી મૂક નાસ્તો એક તરફ ને બધાં ત્યાં ઘેરો ઘાલીને ઊભાં રહી જતાં અને એ મફતના મનોરંજનને માણતાં માંડ માંડ ફરી ક્લાસભેગાં થતાં. હવે એવી મજા તમારી આ ‘વશલવહુ મયતભશાહશક્ષયમ‘ સ્કૂલમાં ક્યારેય નહીં આવવાની જ્યાં રિસેસમાં પણ કતારબદ્ધ બેસવાનું કે ક્લાસમાં બેન્ચ પર બેસી નાસ્તો કરવા માટેનો આગ્રહ નહીં આદેશ જ આપી દેવામાં આવ્યો હોય.
આમ પણ તેઓ પાસે પહેલાં જેવાં એ ખુલ્લાં મેદાનો કે એવી વિશાળ જગ્યાઓ પણ નથી હોતીને આજકાલ!’ વિહાની મમ્મી સ્નેહાએ વિહાએ થોડી ક્ષણ પહેલાં પૂછેલા એક જ પ્રશ્ર્ન, ‘રિસેસમાં કોઈ ઝઘડો કરી બેસે તો…’ હજુ એ શું પૂછવા માગતી હતી એ ક્લિયર થાય ત્યાં તો રોટલી બનાવતી સ્નેહા સીધી જ પોતાના ભૂતકાળની સફરે પહોંચી ગઈ.
વિહાના એક વાક્ય સામે એકીશ્ર્વાસે આખો એક પેરેગ્રાફ બોલી ગઈ, પણ એ મારામારી થવાની આવી ગંભીર વાતને આટલી હળવાશથી કેમ લે છે? એવું વિચારતી વિહાએ ફરી ભારપૂર્વક પૂછ્યું, ‘અરે, એમ નહીં, પણ સાંભળ એવું કરવાથી કોઈને સજા નહોતી થતી? અમારે ત્યાં આજે છેને…’
‘ના રે ના, બિલકુલ નહીં. કોઈને પડી પણ ન હોય કે આ લશ્કર ક્યાં લડે છે.’ વળી પાછી વિહાની વાત કપાઈ એટલે અંતે એણે સીધી મુદ્દાની વાત એકીઝાટકે બોલી નાખી, ‘પણ મમ્મી, અમારે ત્યાં આજે બહુ મોટી બબાલ થઈ ગઈ.
અમારા સિનિયર ક્લાસમાં ભણતી બે ગર્લ્સે મારામારી કરી ને સામસામે બંનેને બહુ વાગ્યું. હોસ્પિટલમાં લઈ જવાં પડ્યાં. હવે સ્નેહાના કાન ચમક્યા, ‘કેમ?? એટલું કઈ રીતે વાગ્યું? શું થયું હતું? કોઈ કેમ વચ્ચે ન પડ્યું? સ્કૂલમાં સિક્યોરિટી કે કેમેરા નથી? કોનો વાંક હતો?’ વગેરે વગેરે અનેક પ્રશ્ર્નો એકીસાથે વિહા પર વરસાવી દીધા.
વિહા કંઈ બોલે એ પહેલાં તો એણે ફરી ઉપાડ્યું, ‘એક મિનિટ તેં શું કહ્યું, બે છોકરીઓ વચ્ચે આવું થયું??? અરરર્ર..!!’
વિહાની મમ્મીને પોતાની સ્કૂલમાં જે તે સમયે છોકરાઓ ધીંગામસ્તી કે હાથચાલાકી કરતા એ સહજ લાગતું, પણ છોકરીઓ વચ્ચેની આ જાહેરમાં થયેલી ઝપાઝપીની વાત તેના માન્યામાં આવે એમ નહોતી.
છોકરાઓ મારામારી કરી બેસે એ સમજ્યા, પણ છોકરીઓ આવું કરે? એ તો શાંત, સમજુ અને ઠરેલ જ હોવી જોઈએને? ભલેને એની કોઈ પણ ઉંમર કેમ ન હોય?? પરંતુ તરુણાવસ્થામાં ઉદ્ભવતા આ પ્રકારના હિંસક કે આવેશપૂર્ણ વર્તન વખતે કુદરતી રીતે ઉત્પન્ન થતા હોર્મોન્સ દ્વારા સામે છોકરો છે કે છોકરી એવા કોઈ ભેદભાવ રાખવામાં આવતા હોતા નથી. જોકે બંનેમાં હોર્મોન્સ અને તેના પ્રમાણમાં ફરક હોવાને કારણે બંને દ્વારા કોઈ પણ પરિસ્થિતિમાં અપાતાં રિએક્શન્સ અલગ અલગ હોય છે, પરંતુ એનો મતલબ એવો બિલકુલ નથી કે ટીનેજ ગર્લ્સ આક્રમક કે હિંસક ન જ બની શકે.
હજુ વિહાના પ્રશ્ર્નો અને તેની મમ્મીની અકળામણ પૂરી થાય
ત્યાં તો સ્નેહાના ફોનમાં મેસેજ ટોન સતત વાગવા લાગ્યા.
પોતાની વાત અધૂરી રહે તો ભલે, પણ ફોનમાં પંચાત
કરવાથી જાતને વિહા રોકી શકી નહીં અને ફટાક કરતાં જ ફોન હાથમાં લઈ જોવા લાગી. ઓહ!! એ જે ઘટનાની વાત કરી
રહી હતી એના જ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ
રહ્યા હતા.
કોઈએ મારામારીની આખી ઘટના કેમેરામાં કેદ કરી લીધી હતી. ‘હવે આ લાંબું થવાનું…’ સ્નેહાએ અછડતી નજર નાખી વિહાને જમવાનું પીરસતાં કહ્યું જે માત્ર એક જ કલાકમાં સાચું પણ પડી ગયું. લોકલ ન્યુઝ ચેનલ્સ માટે બે ટીનેજર યુવતીઓ જાહેરમાં બથ્થંબથ્થા આવી ગઈ એ વાત બ્રેકિંગ ન્યુઝ બનતાં વાર લાગે નહીં એ રીતે રજૂ કરવામાં આવી.
ઈફિં ઋશલવિ.ં બે સ્ત્રીઓ વચ્ચે થતી મારામારી કે હાથાપાઈને આ નામથી ઓળખવામાં આવે છે. આજકાલ તરુણીઓની અંદર આવી મિની કેટ ફાઈટ્સ કરી લેવી એ સાવ સામાન્ય ઘટના બની રહી છે. ખાસ કરીને તરુણાવસ્થાનાં છેલ્લાં વર્ષો કે જે પછી આપણે એડલ્ટ ગણાવા લાગીએ છીએ તે દરમિયાન આવું વર્તન તરુણીઓ દ્વારા ક્યારેક કરાતું હોય છે.
આવી છૂપી હિંસક વિચારસરણીને વેગ ભલે આપણાં જ ટેલિવિઝન, સિનેમા કે અન્ય માધ્યમો દ્વારા મળતો હોય, પરંતુ જ્યારે તરુણાવસ્થા પૂર્ણ થવાના આરે હોય એ પહેલાં તેઓની અંદર થતા અંત:સ્રાવોના ફેરફારો ક્યારેક ગુસ્સા કે આવેશને હિંસામાં પરિવર્તિત કરી દે છે.
ખાસ કરીને એવા તરુણો કે જેનો નાનપણમાં આક્રમક સ્વભાવ એટલે કે જેને ફલયિતતશજ્ઞક્ષ કહેવામાં આવે છે એ પ્રકારનું વલણ હોય તેઓ જેમ જેમ તરુણાવસ્થા પસાર થતી જાય તેમ તેમ હિંસામાં પરિવર્તન પામતા જાય છે.
પરંતુ ક્ષણિક આવેગ બાદ આખી જિંદગી અમુક ઘટનાઓના પડઘા તમારો પીછો ન છોડે એવું ન બને એની જવાબદારી
સૌથી પહેલાં તમારી પોતાની આવે છે, પરંતુ અંત:સ્રાવો
થકી ઉદ્ભવતાં આવેગો, આવેશો, આક્રમકતા, ક્રોધ આ
બધા મોન્સ્ટર્સને કઈ રીતે કાબૂમાં રાખી શકાય? અને શું આ
દરેક ઈમોશન્સ પર આ કાચી ઉંમરે કાબૂ રાખી શકાય છે
ખરા!! (ક્રમશ:)ઉ

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.