યુદ્ધની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને સોમવારે અચાનક યુક્રેનની રાજધાની કિવ પહોંચીને દુનિયાભરના લોકોને ચોંકાવી દીધા હતા. બાઈડેનની યુક્રેન પહોંચવાની ગુપ્ત યોજના હવે મીડિયામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. બાઈડેને 20 ફેબ્રુઆરીના રોજ કિવ પહોંચીને રશિયાને મજબૂત સંદેશ આપ્યો હતો.
બાઈડેનની સફરની શરૂઆત રવિવારે મધ્યરાત્રિએ વોશિંગ્ટનમાં મિલિટ્રી એરપોર્ટ પર જ શરૂ થઈ હતી. જો બાઈડેન એરફોર્સના બોઇંગ 757માં સવાર થયા, જે C-32 તરીકે જાણીતું છે. પંદર મિનિટ પછી બાઈડેને કેટલાક સુરક્ષા કર્મચારીઓ, એક નાની તબીબી ટીમ, સલાહકારો અને બે પત્રકારો સાથે ઉડાન ભરી.
મળતી માહિતી મુજબ ફોટોગ્રાફરને સવારે 2:15 વાગ્યે વોશિંગ્ટનની બહાર જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ પર બોલાવવામાં આવ્યો હતો. તેના ફોન જપ્ત કરવામાં આવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે જ્યાં સુધી બાઈડેન 24 કલાક પછી યુક્રેનની રાજધાની નહીં પહોંચે ત્યાં સુધી ફોન પરત નહિ મળે.
વોશિંગ્ટનથી નીકળ્યાના સાત કલાક બાદ પ્લેન જર્મનીના રામસ્ટીન ખાતેના યુએસ મિલિટરી બેઝ પર ઈંધણ ભરવા માટે રોકાયું. અહીં પણ પ્લેનની બારીનો શેડ નીચે જ રહ્યા અને તેઓ પ્લેનમાંથી બહાર પણ ન આવ્યા. ત્યાંથી પ્લેને પોલેન્ડની માટે ઉડાન ભરી, તેઓ પોલેન્ડના રઝેઝોવ-જેસીઓન્કા એરપોર્ટ પર ઉતાર્યા.
સ્થાનિક સમય મુજબ રાત્રે 9:15 વાગ્યાનો સમય હતો જ્યારે બિડેન પોલેન્ડથી સાયલન્ટ ટ્રેનમાં સવાર થયા. યુક્રેનની 10-કલાકની આ મુસાફરી અન્ય કોઈ પણ યુએસ પ્રમુખે ક્યારેય કોઈ દેશની લીધેલી મુલાકાતથી અલગ હતી. સક્રિય યુદ્ધ ક્ષેત્રમાં ટ્રેન દ્વારા મુસાફરી, જ્યાં યુએસ સૈનિકો સુરક્ષા પ્રદાન કરવા માટે હાજર ન હતા.
બાઈડેન જે ટ્રેનમાં ચડ્યા હતા એ સવારે 8:07 વાગ્યે યુક્રેનના કિવમાં પ્રવેશી હતી. અગાઉ, બાઈડેન જ્યારે ઓબામાની સરકારમાં ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે યુક્રેનની મુલાકાતે ગયા હતા.
જાણો રાતોરાત જો બાઈડેન કેવી રીતે કિવ પહોંચ્યા, રશિયાને પણ ખબર ન પડી
RELATED ARTICLES