Homeદેશ વિદેશયુએનમાં જયશંકરે કહ્યું કે લાદેનને આશરો આપનાર પાકિસ્તાન આતંકવાદ પર 'ઉપદેશ' આપી...

યુએનમાં જયશંકરે કહ્યું કે લાદેનને આશરો આપનાર પાકિસ્તાન આતંકવાદ પર ‘ઉપદેશ’ આપી શકે નહીં

ભારતે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા બદલ પાકિસ્તાન પર જોરદાર વળતો પ્રહાર કર્યો છે. યુએન સમક્ષ ભારતે એવી દલીલ કરી છે કે અલ-કાયદાના માર્યા ગયેલા નેતા ઓસામા બિન લાદેનને આશરો આપનાર અને પડોશી દેશની સંસદ પર હુમલો કરનાર પાકિસ્તાન પાસે “ઉપદેશ” આપવાનું પ્રમાણપત્ર નથી.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ચૂંટાયેલા સભ્ય તરીકે ભારતના બે વર્ષના કાર્યકાળનો આ મહિને અંત આવે તે પહેલાં જયશંકર અહીં આતંકવાદ વિરોધી અને અન્ય કાર્યક્રમોની અધ્યક્ષતા કરવા માટે અહીં પહોંચ્યા હતા. આ કાર્યક્રમો યુએન સુરક્ષા પરિષદના ભારતના વર્તમાન પ્રમુખપદ હેઠળ યોજાઈ રહ્યા હતા. આ સમયે ચર્ચા માટે સૂચિબદ્ધ 60 થી વધુ વક્તાઓમાં પાકિસ્તાનના ભુટ્ટો હતા, જેમણે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો. જયશંકરે ભુટ્ટોની ટિપ્પણીનો સખત પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું હતું કે અલ-કાયદાના માર્યા ગયેલા નેતા ઓસામા બિન લાદેનને આશરો આપનાર અને પડોશી દેશની સંસદ પર હુમલો કરનાર પાકિસ્તાન બીજા દેશોને ઉપદેશ આપી શકે નહીં. જયશંકરે યુએસમાં 11 સપ્ટેમ્બરના હુમલા પાછળના માસ્ટરમાઇન્ડ ઓસામા બિન લાદેનનો ઉલ્લેખ કર્યો હતો જે પાકિસ્તાનના એબોટાબાદ શહેરમાં રહેતો હતો અને યુએસ નેવી સીલ્સ દ્વારા મે 2011માં તેના ઠેકાણા પરના દરોડામાં માર્યો ગયો હતો. તેમણે પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તોયબા (LeT) અને જૈશ-એ-મોહમ્મદ (JeM) ના આતંકવાદીઓએ 2001માં ભારતીય સંસદ સંકુલ પર કરેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં નવ લોકો માર્યા ગયા હતા.

5 ઓગસ્ટ, 2019 ના રોજ નવી દિલ્હીએ જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો રદ કરવા માટે બંધારણની કલમ 370 નાબૂદ કરી ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતના નિર્ણયથી નાખુશ પાકિસ્તાને આ અંગે સખત પ્રતિક્રિયાઓ આપી હતી, જેને કારણે બંને દેશના રાજદ્વારી સંબંધો વધુ વણસ્યા હતા. પાકિસ્તાને ભારતીય રાજદૂતને પણ હાંકી કાઢ્યા હતા.

ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સ્પષ્ટપણે કહ્યું છે કે કલમ 370 હટાવવી એ ભારતનો આંતરિક મામલો છે. ભારતે પાકિસ્તાનને વાસ્તવિકતા સ્વીકારવાની અને ભારત વિરોધી તમામ પ્રચાર બંધ કરવાની સલાહ પણ આપી હતી. ભારતે પાકિસ્તાનને જણાવ્યું હતું કે તે આતંકવાદ, દુશ્મનાવટ અને હિંસા મુક્ત વાતાવરણમાં ઈસ્લામાબાદ સાથે સામાન્ય પડોશી સંબંધો ઈચ્છે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Most Popular