નવા વર્ષના આવકારવાને હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક વ્યક્તિ નવા વર્ષમાં સારા અને ઉજ્જ્વળ ભવિષ્યની આશા રાખે છે, પણ રાહુ-કેતુના ગોચરને કારણે ચાર રાશિના જાતકો માટે આવનાર વર્ષ ભારે સાબિત થવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ ૨૦૨૩માં રાહુ મીન રાશિમાં અને કેતુ ક્ધયા રાશિમાં રહેશે. તેમના આ ગોચરને કારણે ચાર રાશિ પર નોકરી, કારોબાર અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીનું જોખમ તોળાઈ રહ્યું છે. સ્વાભાવિક છે કે આ ચાર રાશિના જાતકોએ વધારે સતર્ક રહેવાની જરૂર છે. આવો જોઈએ કઈ છે આ રાશિઓ-
ક્ધયા રાશિ:
જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આવનાર વર્ષ આ રાશિના જાતકો માટે ખૂબ જ જદોજહદવાળું સાબિત થશે. કારોબારમાં નફો વધારવા માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડીશકે છે. નોકરીમાં પણ પ્રમોશન, પગારવધારો ખૂબ જ ઓછો થશે. કાર્યસ્થળ પર સહકર્મચારીઓ સાથે વિવાદ થઈ શકે છે અને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
મેષ રાશિ:
નવા વર્ષમાં તમારું બજેટ ખોકવાયેલું રહેશે. તમારી આવકમાં તો વધારો થશે, પણ તેની સામે ખર્ચા ખૂબ જ વધી જશે. જેને કારણે તમને આર્થિક તંગીનો સામનો કરવો પડશે. લાઈફ પાર્ટનરની સાથેના સંબંધોમાં પણ મુશ્કેલીઓ આવી શકે. તમે જ્યાં રોકાણ કરશો, ત્યાંથી ફાયદો થવાને બદલે નુકસાન થવાની શક્યતાઓ વધુ છે.
મીન:
પ્રતિયોગી પરિક્ષા માટે તૈયારી કરી રહેલાં લોકોને નિષ્ફળતા મળી શકે છે, જેને કારણે એકાગ્રતામાં ભંગાણ પડી શકે છે. મિત્રો, પરિવાર સાથેના સંબંધોમાં તિરાડ આવી શકે છે. તમારા ખર્ચા વધી જશે અને દેવામાં ડૂબવાની શક્યતાઓ છે. કારોબારીઓ માટે આ વર્ષ ખૂબ જ મુશ્કેલીઓથી ભરપુર રહેશે. લીધેલા અનેક નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે.
વૃષિક રાશિ:
આ રાશિના જાતકોએ કામ-ધંધા માટે ઘરથી દૂર રહીને લાંબો પ્રવાસ કરવો પડશે, જેને કારણે પરિવારથી દૂર થવાશે અને બધા જ લોકો આ અંતરને અનુભવી શકશે. આવનાર વર્ષમાં અચાનક કેટલાય એવા કામો સામે આવી જશે કે જેને પૂરા કરવામાં નાણાં ખર્ચાઈ જશે. જેની અસર તમારી આર્થિક સ્થિતિ પર જોવા મળશે. આવામાં ભવિષ્યનો તાગ લઈને આગળ વધવું જ હિતાવહ સાબિત થશે.
૨૦૨૩નું વર્ષ આ રાશિના જાતકો માટે સાબિત થશે ભારે
RELATED ARTICLES