હેં! આ યુવતી છે ભારતની સ્લિપિંગ ચેમ્પિયન, સૂવા માટે મળ્યા પાંચ લાખ રૂપિયા

ટૉપ ન્યૂઝ દેશ વિદેશ

પશ્ચિમ બંગાળના હુગલીમાં ગાદલા બનાવતી એક ખાનગી કંપની દ્વારા દેશવ્યાપી સ્લિપિંગ કોમ્પિટિશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રિપર્ણા ચક્રવર્તી વિનર બન્યો હતો. મળતી માહિતી અનુસાર હુગલીના શ્રીરામપુરમાં રહેલી ત્રિપર્ણાએ સતત 100 દિવસ સુધી નવ કલાકની ઉંઘ કરીને સ્લિપિંગ ચેમ્પિયન બની હતી.

ત્રિપર્ણાને બાળપણથી જ ઊંઘનો શોખ હતો. સોશિયલ મીડિયા પર તેને ઉંઘની સ્પર્ધા વિશે જાણ થઈ હતી. આ સ્પર્ધામાં 5.5 લાખ લોકોએ ભાગ લીધો હતો.

ત્રિપર્ણાએ બાકીના સ્પર્ધકોને પાછળ છોડીને સૌથી વધુ ઊંઘવા માટેનો ખિતાબ જીત્યો હતો. તેનો સ્લીપ સ્કોર 100 માંથી 95 હતો. ફાઈનલ દરમિયાન તેના દાવાની ચકાસણી કરવા માટે સંસ્થા દ્વારા એક પ્રતિનિધિમંડળ પણ મોકલવામાં આવ્યું હતું અને આ સ્પર્ધા જીત્યા બાદ તેને પાંચ લાખ રૂપિયાનું ઈનામ મળ્યું હતું.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.