ગુજરાતમાં ફરી લઠ્ઠાકાંડ: બોટાદમાં ઝેરી દારૂ પીતાં 24નાં મોત, 45ની હાલત ગંભીર

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Botad: દારૂબંધીની દાવાઓ વચ્ચે ગુજરાતમાં ફરી લાથ્થકાંડ થયો છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં ઝેરી દારૂ પીવાથી 24 લોકોનાં મોત નીપજ્યાં છે તથા 45ની હાલત ગંભીર છે. મૃત્યુઆંક હજુ વધવાની શક્યતા છે. એક રાતમાં 24 લોકોએ જીવ ગુમાવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ઘટનાની ખબર મળતા જ આરોગ્ય કહ્તાની ટીમ અને પોલીસના ધાડાને ધાડા ગામમાં પહોંચી ગયા છે. અમદાવાદ, ભાવનગર, બોટાદ અને અમરેલી એમ 4 જિલ્લાની પોલીસની સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ લઠ્ઠાકાંડની તપાસ માટે એક SIT ની રચના કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ અને અમદાવાદ ક્રાઇમ બ્રાંચને પણ લઠ્ઠાકાંડની તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આજે મંગળવારથી સમગ્ર રાજ્યમાં દેશી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવા માટે પણ રાજ્ય સરકારે આદેશ જાહેર કર્યા છે.

ગામલોકોની પૂછપરછ કરી રહેલા પોલીસ અધિકારીઓ

મળતી માહિતી મુજબ અમદાવાદથી સપ્લાય થયેલા કેમિકલ માંથી બરવાળાના ચોકડી પાસે આવેલા અડ્ડામાં પિન્ટુ ગોરવા નામના શખ્સે લઠ્ઠો તૈયાર કર્યો હતો. ત્યારબાદ આ લઠ્ઠો આજુબાજુના રોજીદ, ચંદરવા, દેવજ્ઞા તથા અમદાવાદ ગ્રામ્યના આકરુ અને ઉછડી સહિતના ગામોમાં સપ્લાય કરવામાં આવ્યો હતો. લઠ્ઠો પીનારને મોડી રાતે ચક્કર આવવાના શરુ થાય હતા. ત્યાર બાદ હોસ્પિટલોમાં એક પછી એક કેસ નોંધવા લાગ્યા. મૃત્યુ આંક 24 સુધી પહોંચ્યો છે ત્યારે 45 લોકો ગંભીર હાલતમાં ભાવનગર અને બોટાદની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. દારૂ બનાવનારા અને દારૂ વેચનારાની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ દેશી દારૂમાં મિથાઈલ આલ્કોહોલ કેમિકલના કારણે દારૂ ઝેરી થઈ ગયો હતો. મોડી રાતે દારૂ શખ્સને બનાવનારને કેમિકલ પહોંચાડનાર મુખ્ય આરોપી જયેશ ખાવડિયાને  અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પીપલજ પાસેની એક ફેક્ટરીમાંથી મિથાઈલ આલ્કોહોલ સપ્લાય કરવામાં આવતું હતું. ગુજરાત પોલીસના જણાવ્યા પ્રમાણે, આ લઠ્ઠાકાંડના મૃતકોએ દારૂ નહીં પરંતુ સીધું કેમિકલ જ પીધું હતુ. પોલીસે 450 લિટર મિથેનોલ જપ્ત કર્યું છે.

પોલીસે જપ્ત કરેલો ઝેરી દારૂનો જથ્થો

સૂત્રોએ આપેલી માહિતી મુજબ, બરવાળા લઠાંકાંડમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોતમાં રોજિંદ 5, ચદરવા 2, દેવગના 2, અણીયાલી 2, આકરું 3, ઉચડી 2, અન્ય ગામના 2ના મોત સામેલ છે.

ગુજરાત સરકારની દારૂબંધીના કડક અમલની વાતોના લીરા ઉડી જતા વિપક્ષ દ્વારા આંકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે.

જીગ્નેશ મેવાણીએ ગુજરાત સરકાર અને પોલીસની બુટલેગરો સાથે સાંઠગાંઠ હોવાના આક્ષેપ કર્યા

 

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ ભાવનગર હોસ્પીટલમાં દર્દીઓની મુલાકાત લેશે

ઉલ્લેખનીય છે કે અગાઉ રોજિદ ગામ પંચાયતે ગામમાં દારૂબંધી કરાવવા માટે બરવાળાપોલીસ સ્ટેશનના પીએસઆઈને માર્ચ મહિનામાં જ પત્ર લખી રજૂઆત પણ કરી હતી. પરતું પોલીસ તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યા ન હતા પરિણામે આ લઠ્ઠાકાંડ થવા પામ્યો છે. બોટાદ જીલ્લાના પ્રભારી મંત્રી વિનુ મોરડિયાએ બેદરકારી દાખવવા બદલ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવા ખાતરી આપી છે.
હાલમાં ઘટનાને પગલે મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપ્યો છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.