મુંબઈ: નાંદેડ જિલ્લામાં બનેલી ઑનર કિલિંગની ઘટનામાં પ્રેમપ્રકરણને મુદ્દે પિતા-પુત્ર અને અન્ય ત્રણ પુરુષ સંબંધીએ 22 વર્ષની મેડિકલની વિદ્યાર્થિનીનું ગળું દબાવ્યું હતું અને પછી તેને સળગાવી દીધી હતી.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના 22 જાન્યુઆરીએ લિંબગાંવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા પિંપરી મહિપાલ ગામમાં બની હતી. આ કેસમાં શુક્રવારે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
પરિવારના સભ્યોએ રસ્સીની મદદથી ગળું દબાવી શુભાંગી જોગદંડની હત્યા કરી હતી. પછી તેને સળગાવી દઈ તેના અવશેષ નદીમાં ફેંકીને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો.
યુવતી બેચલર ઑફ હોમિયોપેથિક મેડિસિન ઍન્ડ સર્જરી (બીએચએમએસ)ની ત્રીજા વર્ષની વિદ્યાર્થિની હતી. તેનાં લગ્ન નક્કી કરવામાં આવ્યાં હતાં. જોકે પરિવાર દ્વારા પસંદ કરાયેલા યુવકને તેણે એવું જણાવ્યું હતું કે ગામના જ એક યુવક સાથે તેને પ્રેમસંબંધ છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
આ વાતને લઈ યુવતીનાં લગ્ન તૂટી જતાં પરિવારજનો રોષે ભરાયા હતા. 22 જાન્યુઆરીની રાતે યુવતીને તેના પિતા, ભાઈ, કાકા અને પિતરાઈ ખેતરમાં લઈ ગયા હતા. ખેતરમાં તેની કથિત હત્યા કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો. આરોપીઓની ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) અને અન્ય સુસંગત કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)
નાંદેડમાં ઑનર કિલિંગ મેડિકલ સ્ટુડન્ટને ગળું દબાવ્યા પછી સળગાવી દીધી: પિતા-પુત્ર સહિત પાંચની ધરપકડ
RELATED ARTICLES