મુંબઈઃ ડ્રગ્સ માફિયા દ્વારા ડ્રગ્સની હેરાફેરી ખૂબ જ ચાલાકીથી કરવામાં આવે છે અને તેમની આ હેરાફેરીને પકડી પાડવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં હની નામના શ્ર્વાનને લાવવામાં તહેનાત કરાયો. પણ ડ્રગ્સ શોધવાના મહત્ત્વના કામ માટે હનીને સખત ટ્રેઈનિંગ આપવામાં આવી, પણ એ જ કામ માટે તેનો ઉપયોગ નથી કરવામાં આવી રહ્યો એવું જોવા મળી રહ્યું છે.
એન્ટી નાર્કોટિક્સ સેલ (એએનસી) દ્વારા ડ્રગ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ડ્રગ્ઝ શોધવા માટે તેને બોલાવવામાં જ નથી આવતી અને છેલ્લાં બે વષર્થી તેના ભાગે આરામ કરવાનું જ આવી રહ્યું છે, એવું અધિકારીઓ જણાવી રહ્યા છે. હની પહેલાં શાયનાની પરિસ્થિતિ પણ આવી જ હતી.
ડ્રગ્સ માફિયાઓ દિવસે દિવસે પગ-પેસારો કરી રહ્યા છે અને નાની ઉંમરના કિશોરો પણ તેની ચૂંગાલમાં ફસાઈ રહ્યા છે. માફિયાઓ પણ એ રીતે ડ્રગ્સની હેરાફેરી કરે છે કે કોઈને તેની ગંધ સુધ્ધા ના આવે. આવી પરિસ્થિતિમાં માનવી કૌશલ્યનો ઉપયોગ કરવાની સાથે સાથે ડોગ સ્ક્વોડની મદદ પણ લેવામાં આવે છે અને આ જ હેતુથી બે વર્ષ પહેલાં ટીમમાં હનીની એન્ટ્રી થઈ હતી. લોકડાઉનમાં હનીના ભાગે આરામ કરવાનો વારો જ આવ્યો હતો, પણ હવે જનજીવન સામાન્ય થયું છે ત્યારે પણ પરિસ્થિતિમાં ખાસ કોઈ ફેર પડ્યો નથી.
એક વર્ષમાં હનીને છથી સાત જ કોલ આવ્યા હતા અને તેને આર્થર રોડ, ભાઉ ચા ધક્કા, ક્રુઝ ટર્મિનસ વગેરે સ્થળો પર લઈ જવામાં આવી હતી. કોલ આવશે તો હનીને ચોક્કસ કાર્યવાહી માટે લઈ જવામાં આવશે, એવું અધિકારીએ વધુમાં ઉમેર્યું હતું.
એનસીબીના બે શ્ર્વાન કાર્યવાહી માટે તૈયાર
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી) દ્વારા 31મી ડિસેમ્બરની પૂર્વભૂમિકાને ધ્યાનમાં લઈને ચિકુ અને ચારુ નામના બે લેબ્રાડોર બ્રીડના શ્ર્વાનની જોડીને તૈયાર રાખવામાં આવી છે. નવા વર્ષની ઊજવણી નિમિત્તે ડ્રગ્સમાફિયાઓ સક્રિય થઈ રહ્યા છે ત્યારે ચિકુ અને ચારુની મદદથી એનસીબીની કાર્યવાહીને વેગ મળશે એવો વિશ્ર્વાસ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.