માઈગ્રેઈનની તકલીફથી પરેશાન છો? અજમાવો આ ઉપાય

સ્પેશિયલ ફિચર્સ

માઈગ્રેઈન એવી બીમારી છે જે બહાર દેખાતી નથી પરંતુ દર્દીને ખૂબ જ હેરાન કરે છે. માઈગ્રેઈનમાં સામાન્ય રીતે માથાના અડધા ભાગમાં દુઃખાવો થાય છે અને તે ધીમે-ધીમે આખા શરીરમાં ફેલાઈ જાય છે. આ દર્દ કોઈ પણ સમયે થઈ શકે છે. જેનાથી દર્દી તેમના રોજબરોજના કામ પણ નથી કરી શકતો. આજે જાણીશું કેટલાક એવા ઉપાયો જે તમને માઈગ્રેઈનથી રાહત અપાવી શકે છે.

માઈગ્રેઈનથી રાહત મેળવવા માટે સૌથી પહેલા તેના કારણને જાણવું જરૂરી છે. ઘણા લોકોને તીવ્ર ગંધ, ડિહાઈડ્રેશન, આલ્કોહોલના સેવન કે વધુ પડતા સ્ટ્રેસથી માઈગ્રેઈન થાય છે. તો ઘણા લોકોને સિઝન બદલવાથી પણ માઈગ્રેઈન થાય છે. માઈગ્રેઈનનું કારણ જાણવા માટે તમને કઈ સ્થિતિમાં માથાનો દુઃખાવો શરૂ થાય છે એ જાણવું જરૂરી છે.

માઈગ્રેઈનથી બચવા શાંતિ વાળી જગ્યા કરો પસંદ-
અનેક લોકોને લાઈટ કે શોરબકોરના કારણે પણ માઈગ્રેઈન થઈ શકે છે. એવામાં જો તમે શાંત માહોલમાં જતા રહો તો એ માહોલ તમારા માટે રાહતરૂપ રહેશે. ઘર કે ઑફિસમાં શોરબકોર ન હોય એવી જગ્યાએ જાઓ. જેથી તમને દુઃખાવો ઓછો થશે.

આહાર પર રાખો નજર-
માઈગ્રેઈનની સમસ્યા વધારવામાં કે નિવારવામાં તમારો આહાર મહત્વનો ભાગ ભજવે છે. જો તમે સ્વાસ્થ્યપ્રદ આહાર લો છો તો તમારું એનર્જી લેવલ વધે છે. જેથી તમને માઈગ્રેઈનથી રાહત મેળવી શકો છો.

પાણી પીતા રહો-
માઈગ્રેઈન કે માથાનો દુઃખાવો થવાનું એક કારણ શરીરમાં પાણીની કમી પણ હોય શકે છે. જેથી દિવસ દરમિયાન તમારે નિયમિત રીતે પાણી પીતા રહેવું જોઈએ. રોજ આઠ થી દસ ગ્લાસ પાણી માઈગ્રેઈનની સમસ્યાને ઓછી કરી શકે છે.

આડેધડ દવાઓ ન લો-
માઈગ્રેઈનથી રાહત મેળવવા માટે અનેક દવાઓ આવે છે. પરંતુ તબીબની સલાહ વિના આડેધડ દવાઓ ન લેવી જોઈએ. કારણ કે આવી દવાઓ તમને નુકસાન પહોંચાડી શકે છે.

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.