મોટાભાઈએ પત્ની અને પૌત્રી સાથે માણી જંગલ સફારીની મજા! પ્રોટોકોલ તોડી પ્રવાસીઓને મળ્યાં

આપણું ગુજરાત ટૉપ ન્યૂઝ

Bharuch: કેન્દ્રીય ગૃહ પ્રધાન હાલ ગુજરાતની મુલાકાતે છે ત્યારે રવિવારે સવારે તેઓ SOU (statue of unity)ની મુલાકાત લીધી હતી અને પત્ની અને પૌત્રી સાથે જંગલ સફારીની મજા લીધી હતી. કેવડિયા SOUમાં VVIP મુલાકાત લેવાના હોય ત્યારે પ્રવાસીઓ માટે તે સમયે પ્રવેશ બંધ રાખવામાં આવે છે. જોકે, કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પ્રોટોકોલ તોડીને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની મુલાકાત સામાન્ય મુલાકાતીની જેમ જ પરિવાર સાથે માણી હતી. અમિત શાહ સાથે SOUનો પ્રવાસ કરતા જોઈ અન્ય પ્રવાસીઓ પણ ખુશ થયા હતાં.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે એકતા નગરની બે દિવસની મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્કની પરિવાર સાથે મુલાકાત લીધી હતી.

 

YouTube player

 

જંગલ સફારી પાર્કની મુલાકાત દરમિયાન અમિત શાહે પ્રોટોકોલ તોડીને પ્રવાસીઓ સાથે ભળી જઈ પ્રવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રવાસીઓએ પણ ભારત માતાની જયના સૂત્રોચ્ચાર સાથે પ્રધાનનું સ્વાગત કર્યું હતું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જંગલ સફારીના વિવિધ વિભાગોની મુલાકાત લઈને સંબંધિત અધિકારી પાસેથી વન્ય જીવોને પુરી પાડવામાં આવતી સુવિધા અને ખોરાક અંગે જાણકારી મેળવી હતી.

ખાસ કરીને પ્રાણી-પક્ષીઓની લેવામાં આવી રહેલી કાળજી અંગે પૃચ્છા કરી હતી અને થઇ રહેલી કામગીરીથી સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. તેઓ ઈન્ડિયન બર્ડ એવિયરી નિહાળી ખુબ જ પ્રભાવિત થયા હતા. આ મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ ઝૂલૉજિક્લ પાર્ક મારફતે સ્થાનિકોને મળી રહેલી રોજગારી બાબતે માહિતી આપવામાં આવી હતી. ઇન્ડીયન બર્ડ એવીયરીમાં ડુમખલ પોપટ સાથે હળવાશની પળો પણ તેઓએ માણી હતી.

 

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.