Homeટોપ ન્યૂઝ‘CAA લાગુ નહીં થાય એવી ગફલતમાં ના રહેશો’ ગૃહપ્રધાન અમિત શાહે આપી...

‘CAA લાગુ નહીં થાય એવી ગફલતમાં ના રહેશો’ ગૃહપ્રધાન અમિત શાહે આપી વિરોધીઓને ચેતવણી

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ હાલમાં જ CAA અને NRC અંગે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા ત્યાર બાદ આ મુદ્દે ફરી ચર્ચા શરુ થઇ છે. ગુજરાત ચૂંટણીના માહોલ વચ્ચે CAAને લઈને કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે સ્પષ્ટતા કરી હતી કે જે લોકોને લાગે છે કે સરકારે CAAને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દીધો છે તે ખોટા છે. લોકોએ આ અંગે ખોટા ખ્યાલમાં ન રહેવું જોઈએ.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે CAA એક વાસ્તવિકતા છે અને આ દેશનો કાયદો છે. CAA લાગુ નહિ થાય એવા સપના જોનારાઓ ગફલતમાં ના રહે. CAA લાગુ કરવામાં વિલંબ અંગે તેમણે કહ્યું કે અમારે CAA અંગે નિયમો બનાવવા પડશે. કોરોનાને કારણે તેનો અમલ થઈ શક્યો નથી, પરંતુ હવે કોરોના ખતમ થઈ રહ્યો છે. હવે તેના પર કામ કરાશે.
અમિત શાહે પ્લેસ ઓફ વર્શીપ એક્ટ અંગે પણ વાત કરતા કહ્યું કે આ મામલો હજુ કોર્ટમાં છે, તેથી તેના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. કારણ કે અયોધ્યાના ચુકાદા બાદ વિવાદો સામે આવ્યા છે તેમાં આ કાયદા સામે સવાલ ઉભા થયા છે. હું માનું છું કે દરેક કાયદો કોર્ટની કાનૂની તપાસમાંથી પસાર થવો જોઈએ. સરકાર આ અંગે પોતાનો જવાબ દાખલ કરશે.
કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા મમતા બેનર્જીએ ગત બુધવારે બાંગ્લાદેશી શરણાર્થીઓને ભારતના નાગરિક ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે CAA અને NRCના નામે લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે. તેમના વોટના કારણે જ તમે પીએમ બન્યા અને આજે તમે કહી રહ્યા છો કે અમને નાગરિકતાનો અધિકાર અપાવશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!
RELATED ARTICLES

Most Popular