ભૂવનેશ્વર: હોકી વર્લ્ડકપમાં ભારતીય ટીમ વેલ્સ સામે ગુરુવારે રમી હતી, જેમાં વેલ્સ સામે 4-2થી જીત મેળવી હતી, જેથી ક્વાર્ટર ફાઈનમાં ટીમ ઈન્ડિયા પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઈનલની મેચ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડની સામે 22મી જાન્યુઆરીના રવિવારે રમશે. ભારતીય ટીમવતીથી સૌથી પહેલો ગોલ શમશેર સિંહ કર્યો હતો, જેમાં 21મી મિનિટે પેનલ્ટી કોર્નર પર ગોલ કર્યો હતો, ત્યારબાદ બીજો અને ત્રીજો ગોલ આકાશદીપ કર્યા હતા. ઉપરાંત, કેપ્ટન હરમનપ્રીત કૌરે પેનલ્ટી કોર્નરમાં ગોલ કર્યો હતો અને આ વર્લ્ડકપમાં તેનો પહેલો ગોલ હતો. આકાશદીપને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
વેલ્સ સામે રમાયેલી મેચમાં બે ગોલ કરનાર આકાશદીપ સિંહે કહ્યું કે ભારતને વધુ એક ગોલની જરૂર હતી. ઈજાગ્રસ્ત મિડફિલ્ડર હાર્દિક સિંહની અહી ખોટ વર્તાઇ હતી.ઈજાથી પીડિત હાર્દિકે વેલ્સ સામે રમ્યો ન હતો અને ટુનામેન્ટની બાકીની મેચ રમે તેમાં પણ શંકા છે.
પુલ ડીમાં ટોચ પર રહેવા અને ક્વાર્ટર ફાઇનલમાં સીધા ક્વોલિફાય થવા માટે ભારતે ગુરુવારે વેલ્સને આઠ-ગોલના માર્જિનથી હરાવવું જરૂરી હતું. જો કે, યજમાન ટીમ આમ કરવામાં નિષ્ફળ રહી અને હવે અંતિમ આઠમાં સ્થાન મેળવવા માટે રવિવારે ક્રોસઓવર મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.
અમે પહેલા બે ક્વાર્ટરમાં વધુ ગોલ કરી શક્યા ન હતા, અમે માત્ર એક ગોલ કર્યો હતો. પરંતુ અમે ત્રીજા અને અંતિમ ક્વાર્ટરમાં વધુ ત્રણ ગોલ કરવામાં સફળ રહ્યા. હું ખૂબ જ ખુશ છું કે હું ટીમ માટે યોગદાન આપી શક્યો. અમે સીધા ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી શક્યા નથી પરંતુ અમે ક્રોસઓવર મેચો જીતીને ત્યાં પહોંચવાની આશા રાખીએ છીએ, એમ આકાશદીપે જણાવ્યું હતું. તેણે વધુમાં કહ્યું હતું કે મને લાગે છે કે તે આગામી મેચ માટે સમયસર સ્વસ્થ થઈ જશે અને ન્યૂઝીલેન્ડ સામે રમશે. અમે મેચ માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર છીએ.
હોકી વર્લ્ડકપઃ વેલ્સને ભારતે 4-2થી હરાવ્યું, ન્યૂઝીલેન્ડ સામે રવિવારે ટક્કર
RELATED ARTICLES