ભૂવનેશ્વરઃ અહીં રમાયેલી હોકી વર્લ્ડકપની ફાઈનલ મેચમાં 17 વર્ષ પછી વર્લ્ડકપ જીત્યો છે. કલિંગા સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં જર્મનીએ બેલ્જિયમને શૂટઆઉટમાં હરાવ્યું હતું.
જર્મનીએ હૉકી વર્લ્ડકપની ફાઇનલમાં બેલ્જિયમને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ભૂવનેશ્વરમાં રમાયેલી હૉકી વર્લ્ડકપની રોમાંચક ફાઇનલમાં બંને ટીમો નિયમિત સમય પછી 3-3 થી બરોબરી પર હતી, પરંતુ જર્મનીએ પેનલ્ટી શૂટઆઉટમાં 5-4થી જીત મેળવી હતી. જર્મની માટે નિકલાસ વેલેન (29મી), ગોન્ઝાલો પેઇલાટ (41મી) અને કેપ્ટન મેટ્સ ગ્રેમબુશ (48મી) એ ગોલ કર્યા હતા. ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમ માટે ફ્લોરેન્ટ વેન ઓબેલ (10મી મિનિટ), ટેંગાસ કોસિન્સ (11મી મિનિટ) અને ટોમ બૂને (59મી મિનિટે) ગોલ કર્યા હતા. જર્મનીએ અગાઉ ઇંગ્લેન્ડ સામેની ક્વાર્ટર ફાઇનલ અને ઓસ્ટ્રેલિયા સામેની સેમિફાઇનલમાં બે ગોલથી નીચે આવ્યા બાદ જીત મેળવી હતી. બેલ્જિયમે મેચમાં શાનદાર શરુઆત કરી હતી. વેન ઓબેલે દસમી મિનિટે મેદાનમાં ગોલ કરીને બેલ્જિયમને લીડ અપાવી હતી, જ્યારે બીજી મિનિટમાં કોસિન્સે 2-0થી સ્કોર કર્યો હતો. બેલ્જિયમની પાસે બીજી ક્વાર્ટર પૂર્વે પહેલી મિનિટમાં ગોલ કરવાની તક હતી, પરંતુ જર્મનીના ગોલકીપર એલેક્ઝેન્ડર સ્ટેડલરે પેનલ્ટી કોર્નર પર ગોથિયરના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ સાથે જર્મનીએ ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડની જેમ ત્રણ વખત ટાઇટલ જીતવાના રેકોર્ડની બરાબરી કરી હતી. જર્મનીએ અગાઉ 2002 અને 2006માં પણ વર્લ્ડકપ જીત્યો હતો. મેન્સ હૉકી વર્લ્ડકપમાં સૌથી વધુ ટાઇટલ જીતવાનો રેકોર્ડ પાકિસ્તાનના નામે છે, જેણે આ ટાઇટલ ચાર વખત જીત્યું છે. આગામી હૉકી વર્લ્ડકપ 2026 માં બેલ્જિયમ અને નેધરલેન્ડ દ્રારા સંયુક્ત રીતે યોજવામાં આવશે.
They did it!
The COMEBACK KINGS of #HWC2023 are crowned WORLD CHAMPIONS 💪
Insane scenes after the win #HockeyInvites #HockeyEquals #Germany #WorldCup @DHB_hockey pic.twitter.com/TSD1RGPkKo
— International Hockey Federation (@FIH_Hockey) January 29, 2023