ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા હાલમાં તેમના સાળા કુણાલ સજદેહના લગ્નમાં વ્યસ્ત છે. આ દરમિયાન એક ફંક્શનમાં તેમનો એકદમ અલગ અંદાજ જોવા મળ્યો હતો. પત્ની રિતિકા સજદેહ સાથે પણ તેમનું અદ્ભુત બોન્ડિંગ જોવા મળ્યું હતું. સાળા કુણાલ સજદેહના લગ્નના કારણે તેમણે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાંથી રજા લીધી હતી. હવે કુણાલની સંગીત સેરેમનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિત એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. ભારતીય કેપ્ટને તેમની પત્ની રિતિકા સાથે કાળા કુર્તા પાયજામા સાથે ગળામાં લાલ ચુન્ની પહેરીને જોરદાર ડાન્સ કર્યો હતો.
Rohit Sharma’s dance at his brother-in-law’s marriage. pic.twitter.com/TTqalgeQH2
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2023
રિતિકાના ભાઈ-ભાભીના લગ્નમાં રોહિતે પત્ની સાથે સ્ટેજ પર જોરદાર ડાન્સ કર્યો હતો. આ દરમિયાન આ કપલની અદભૂત જુગલબંધી પણ જોવા મળી હતી. રોહિત કુણાલના લગ્નમાં મસ્તી કરવાનો કોઈ મોકો છોડ્યો નહોતો. એટલું જ નહીં, તેમણે ગર્લ્સ ગેંગના ફોટોશૂટ દરમિયાન ખાસ એન્ટ્રી પણ કરી હતી, જેની તસવીર રિતિકાએ શેર કરી હતી.
રિતિકા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી દરેક ક્ષણની તસવીરો શેર કરતી રહે છે. જેમાં રોહિત ફુલ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યા છે. રોહિત ઓસ્ટ્રેલિયા સામેની બીજી વનડેમાં ભારતીય ટીમમાં પરત ફરશે, જે 19 માર્ચે રમાશે. અગાઉ, રોહિતની કેપ્ટન્સીમાં ભારતે બોર્ડર ગાવસ્કર ટ્રોફી 2-1થી જીતી હતી. રોહિતની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યા ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીની પ્રથમ મેચમાં ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે.